“૩ વર્ષથી ફરાર આજીવન કૈદી વાપીમાંથી ઝડપાયો”

દમણ હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર કૈદી આખરે સુરત શહેર ક્રાઈમ બ્રાંચના જાળમાં સપડાયો છે.મળતી માહિતી મુજબ, કમલેશ રામેશ્વર જાદવ (ઉંમર ૫૯, રહે. નાની દમણ)ને ગુપ્ત બાતમીના આધારે વાપી રેલ્વે સ્ટેશન નજીકથી કાબૂમાં લેવાયો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને તેને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવા તજવીજ કરાઈ.યાદ રહે કે વર્ષ ૨૦૦૪માં કમલેશે પૈસાની લેતીદેતીને લઈને થયેલા ઝઘડામાં પોતાના મિત્રની જાહેરમાં ચાકુ ઘોંપી હત્યા કરી નાખી હતી. આ ગુનામાં તેને ૨૦૦૭માં એડીશનલ સેશન જજ, દમણ-કૅપ સેલવાસ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા કમલેશને ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ૪૫ દિવસની પેરોલ રજા મળેલી, પરંતુ રજા પૂર્ણ થયા બાદ તે હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે ચેકિંગ અભિયાન દરમ્યાન તેને ઝડપી પાડતા રાહત અનુભવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *