રાપર તાલુકાના પાલનપર ગામે આજના ડીજીટલના યુગના સમયમાં મોબાઇલ નેટવર્ક ન હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીનું નિરાકરણ કરવા રાપર પૂર્વ ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા મુખ્યમંત્રીશ્રી સહિત કૃષિમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.

લોકોને શુદ્રઢ નેટવર્ક મળી રહે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે – સંતોકબેન ભચુભાઈ આરેઠીયા (પૂર્વ ધારાસભ્યશ્રી રાપર) રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર ખેડૂતોના હમદર્દી એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ કરછ કલેકટરશ્રી , નાયબ કલેકટરશ્રી ભચાઉ , જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભુજ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું કે રાપર તાલુકાના પાલનપર ગામે છેલ્લા ઘણા સમયથી મોબાઈલ નેટવર્કની ખૂબ જ નબળી સ્થિતિ છે. કોઈ પણ મોબાઈલ ઓપરેટર (જિયો,એરટેલ,બીએસએનએલ, Vi) નું યોગ્ય નેટવર્ક ઉપલબ્ધ નથી.જેના કારણે ગામના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ નહીં કરી શકતા તેમજ આપતકાલીન સમયમાં મહત્વના કોલ જેવા કે એબ્યુલન્સ, પોલીસ સ્ટેશન, ફ્રાય બ્રિગેડ જેવા અનેક પ્રકારના કોલ લાગી શકતા કોર્ને ઇમરજન્સી સંપર્કમાં મુશ્કેલી થાય છે.ઓનલાઇન સેવાઓ જેમ કે UPI, ઓનલાઈન ફોર્મ ભરવા, સરકારની સેવાઓ માટે મુશ્કેલી થાય છે.રોજિંદા જીવન અને વ્યવસાય પર ખરાબ અસર થાય છે.પાલનપર ગામે ૬૦૦ થી વધુ લોકો નું માનવ મહેરામણ વસવાટ કરી રહ્યા છે અને રાપર શહેર થી નજીક આવેલ ગામ છે સતા કોઈ પણ કંપની નું નેટવર્ક આવતું નથી આજના આ આધુનિક અને ડીજીટલ યુગમાં ગામના લોકો નેટવર્ક સુવિધાથી વંચિત રહી રહ્યા છે તેમજ નેટવર્ક અંગેની લોકોને તકલીફ પડી રહી છે હોઈ માટે પાલનપર ગામના લોકોને શુદ્રઢ નેટવર્ક મળી રહે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ સરકાર સમક્ષ રજૂઆત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *