સુરતનાં સચીન વિસ્તારમાં પુત્ર દ્વારા પિતાની હત્યા, વિસ્તારમાં ચકચાર

ગેરસંબંધની શંકાએ પુત્રએ પિતાને નૃશંસ રીતે ઢીમ-ઢાળી મોતને ઘાટ ઉતારતા સચીન વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ, પોલીસએ આરોપીને ઝડપી આગળની તપાસ શરૂ કરી

સુરત શહેરના સચીન વિસ્તારમાં કુટુંબના કલહમાંથી ઉદ્ભવેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રએ પોતાના પિતાની નૃશંસ રીતે હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, પુત્રને શંકા હતી કે તેના પિતાના અન્ય સ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ છે. ગુસ્સાના વશ થઈ પુત્રએ પિતાને ઢીમ-ઢાળી મોતને ઘાટ ઉતાર્યો.ઘટનાની જાણ થતાં જ સચીન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી પુત્રને કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ કુટુંબની અંદર બનેલી આ ચોંકાવનારી ઘટના સુરતમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે.