“દક્ષિણ ગુજરાતમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી”

હવામાન વિભાગે આગામી 18 ઓગસ્ટ સુધી સુરત, નવસારી, આહવા ડાંગ, વલસાડ, વાપી અને તાપીમાં હવામાનમાં હલચાલ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.મોસમમાં અચાનક થયેલા પરિવર્તનને કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.વિભાગ દ્વારા જણાવાયું છે કે 18 ઓગસ્ટ સુધી સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ અને વાપી સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદી પવનો અને વીજળી ચમકવાની સંભાવના છે.આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.