મુંબઈમાં મોનોરેલ અટકી, ૧૫૦થી વધુ યાત્રીઓ ફસાયા: બચાવ કામગીરી પૂરજોશમાં

મુંબઈમાં મોનોરેલ અટકી, ૧૫૦થી વધુ યાત્રીઓ ફસાયા: બચાવ કામગીરી પૂરજોશમાંમુંબઈ, ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫મુંબઈ: આજે સાંજે ભારે વરસાદ અને ટેકનિકલ ખામીને કારણે મુંબઈમાં મોનોરેલ સેવા ખોરવાઈ હતી. આ ઘટના મૈસુર કોલોની પાસે બની હતી, જ્યાં ટ્રેન અટકી જતાં અંદાજે ૧૫૦થી વધુ યાત્રીઓ ફસાયા હતા.મુંબઈ ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બીએમસી (BMC)ના જણાવ્યા અનુસાર, ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેસ્ક્યુ ટીમોએ ટ્રેનના પાટા પર પહોંચવા માટે ખાસ સીડીઓનો ઉપયોગ કર્યો છે અને યાત્રીઓને બહાર કાઢવા માટે ટ્રેનની બારીઓ પણ તોડવી પડી રહી છે.હાલ, કોઈ જાનહાનિના સમાચાર નથી. ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે પણ બચાવ ટુકડીઓ સતત કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે તેવી અપેક્ષા છે.રિપોર્ટ વિશાલ પટેલ 9377424645