- Home
- કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજનાઓની25મી ઑગસ્ટની સ્થિતિ મુજબ કુલ 170માંથી 39 ડેમમાં તળિયે પાણી જ છે, જ્યારે સી લેવલ કરતા ઉપર 70 ડેમ ભરાયેલા છે. તેમાં 61 પૂર્ણ ભરાયેલા અને 48 ઓવરફ્લો થયેલા છે. તાલુકાવાર વિગતો મુજબ ભુજના 35માંથી 13 પૂર્ણ અને 1 ઓવરફ્લો, માંડવીના 21માંથી 14 પૂર્ણ અને ઓવરફ્લો, નખત્રાણાના 16માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો, અબડાસાના 24માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો નોંધાયા છે. મુન્દ્રાના 11માંથી ૩ પૂર્ણ તથા 2 ઓવરફ્લો, લખપતના 17માંથી 5 પૂર્ણ તથા 5 ઓવરફ્લો થયા છે. અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાંથી એકેય ડેમ પૂર્ણ ભરાયો નથી કે ઓવરફ્લો થયો નથી.