બારડોલી માં ગેરકાયદે ક્રિકેટ બોક્ષ ની બોલબાલા



બારડોલીમાં ગેરકાયદે ક્રિકેટ બોક્સ સ્ટ્રક્ચર વિરુદ્ધ નાગરિકોની ચીમકી – તાત્કાલિક પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી
બારડોલી નગરપાલિકા વિસ્તારના નાગરિકોએ ચિંતાજનક મુદ્દો ઉઠાવ્યો છે કે તાજેતરમાં શહેરમાં મંજૂરી વિના અને નિયમોનો ભંગ કરીને “ક્રિકેટ બોક્સ” સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. નાગરિકોના આક્ષેપ મુજબ, આ ગેરકાયદે કોમર્શિયલ સ્ટ્રક્ચર માત્ર બાંધકામ કાયદાનો ભંગ જ નથી કરતા, પરંતુ આસપાસના રહેવાસીઓના આરોગ્ય અને સલામતીને જોખમમાં મૂકે છે.
નાગરિકોએ પત્ર મારફતે નગરપાલિકા ચીફ ઓફિસરને માંગ કરી છે કે, આવા ગેરકાયદે તાત્કાલિક સ્ટ્રક્ચરોને તોડી પાડવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે. તેઓએ ચેતવણી આપી છે કે જો કાર્યવાહી નહીં થાય તો શહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
તાજેતરમાં સુરત શહેરમાં વધતા ક્રિકેટ બોક્સ-સ્ટાઇલના કોમર્શિયલ બાંધકામો સામે નાગરિકોની નારાજગી વધી રહી છે અને હવે બારડોલી શહેરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા જનક્ષોભ ફાટી નીકળ્યો છે.
નગરપાલિકા સામે નાગરિકોની સ્પષ્ટ માંગ છે – “કાયદો સૌ માટે એકસરખો છે, ગેરકાયદેસર બાંધકામો માટે કોઈ છૂટ નહીં” – નહિંતર સંઘર્ષ માટે નાગરિકો તૈયાર છે.