*આમ આદમી પાર્ટી ના કાર્યકતાઓ દ્વારા રાપર તાલુકા ના ડાવરી મુકામે રવ તાલુકા પંચાયત બેઠક ની જન સભા નું આયોજન કરાયુ.**આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કચ્છ જિલ્લા પંચાયત ની રવ સીટ ઉપર ટૂંક સમય પહેલા જિલ્લા પંચાયત બેઠકની જનસભા સુવઈ મુકામે આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. ત્યારબાદ રવ તાલુકા પંચાયત બેઠકની જનસભા ડાવરી મુકામે યોજાઈ જિલ્લા પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા એ ભ્રષ્ટ ભાજપ અને તાનાશાહી છોડી અને ઈમાનદાર આમ આદમી પાર્ટી માં જોડાવા સૌને અપીલ કરી હતી. જિલ્લા મહામંત્રી નિલેશભાઈ મહેતા એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ 30 વર્ષ થી ગુજરાત ના શાસન માં છે. પણ અત્યાર સુધી પ્રાથમિક સુવિધા, જેવી કે, શિક્ષણ, આરોગ્ય, રોડ – રસ્તા, લાઇટ, પાણી જેવી સમસ્યાઓ નિવારી શક્યા નથી. આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ અને રવ જીલ્લા પંચાયત સીટ ના સંભવિત ઉમેદવાર સુરેશભાઈ મકવાણા (એડવોકેટ) એ કહ્યું હતું. કે, ઈમાનદાર લોકો હોય એજ આમ આદમી પાર્ટી માં ટકી શકે અને વધુ માં ઉમેર્યું હતું કે, પ્રાથમિક સમસ્યા ઓ ના સ્થાનિક મુદાઓ હાર – જીત ને સાઇડ માં રાખી ને પણ કાયમી સરકાર સામે હક્ક અને ન્યાય ની લડત આપતો રહીશ.**આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન દિવાનસિંહ સોઢા તથા રાજુભાઈ મકવાણા , કૈલાસ રાવતાણી, વિરામ રાવતાણી તથા સમસ્ત ડાવરી ગામના ગ્રામજનો એ કર્યું હતું. ૧૫૦ વધુ કાર્યકર્તા ભાજપ- કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી નો પીળો ખેસ ધારણ કર્યો હતો.**આ વેળા એ આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ – ડો. કાયનાત અંસારી આથા , જિલ્લા મહા મંત્રી – નિલેશ મહેતા , રાપર તાલુકા પ્રમુખ – સુરેશ મકવાણા (એડવોકેટ) , શહેર પ્રમુખ – ભરતભાઈ ગોહિલ, મહામંત્રી રાપર તાલુકા – ધીરજભાઈ આહીર, મહામંત્રી – મહેશબાવાજી, રવ જિલ્લા પંચાયત પ્રભારી – રાણાભાઈ ડુંગરાણી , બાલાભાઈ મેરિયા , ગણેશ આહિર, પાંચુભા જાડેજા, રમેશ મકવાણા, ભીમાભાઈ મકવાણા, નવીન મકવાણા , પ્રદીપ મારાજ, પ્રવીણ મુછડિયા, સિદ્ધરાજસિંહ સોઢા, મહેન્દ્ર મકવાણા, મોમાયાભાઇ કોળી, અરજણભાઈ આહીર, રત્નાભાઈ રબારી, માલાભાઈ રબારી, દીપકભાઈ સુથાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *