ગંભીર ગુનામાં ધરપકડ થતા મોટી કાર્યવાહી
📰 ગંભીર ગુનામાં ધરપકડ થતા મોટી કાર્યવાહી
નવી દિલ્હીમાં આજે સંસદમાં ત્રણ મહત્વના બિલ રજૂ થવાના છે. આ બિલ પસાર થશે તો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી સહિત કોઈપણ જાહેર પદાધિકારી 30 દિવસ સુધી જેલમાં રહે તો પોતાનું પદ ગુમાવવું પડશે.
👉 બિલનું મુખ્ય પ્રાવધાન એ છે કે જો કોઈ ચૂંટાયેલા નેતા કે ઉચ્ચ પદાધિકારી પર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય અને તેઓ સતત 30 દિવસ સુધી જેલમાં રહે, તો તેમને ફરજિયાત રીતે પદ પરથી હટાવવાની કાર્યવાહી થશે.
રાજકીય વર્તુળોમાં આ પ્રાવધાનને લઇને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ આ કડક કાયદાને રાજકીય શુદ્ધતા તરફનો મોટો પગલું કહેવામાં આવે છે, તો બીજી તરફ વિરોધીઓનો આક્ષેપ છે કે તેનો દુરુપયોગ થવાની સંભાવના છે.
દેશની રાજનીતિમાં આ બિલો પસાર થાય તો અનેક નેતાઓની ગાદી ખસેડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.