સુરતમાં ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ — 555 માસક્ષમણ ઉપવાસનો પારણા મહોત્સવ આજે સરસાણા ડોમમાં

સુરતના સરસાણા ડોમ ખાતે આજે એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગે જન્મ લીધો છે. શ્રી પરમજીન ભદ્ર શાંતિ સ્વેમૂર્તિ જૈન સંઘ પાલના ભવ્ય ચાતુર્માસ મહોત્સવ અંતર્ગત પ.પૂ. ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક પ.પૂ. આચાર્યદેવ શ્રી મુનીચંદ્ર સૂરીજી મહારાજ સાહેબના નિશ્રામાં મહામૃત્યુંજય તપ યોજાયો હતો.આ તપમાં —8 ગુરુભગવાન અને 17 સાધ્વીજી ભગવંતો દ્વારા માસક્ષમણ તપ156 શ્રાવકો અને 374 શ્રાવિકાઓ સહિત કુલ 555 માસક્ષમણ (30 દિવસના ઉપવાસ) પૂર્ણવિશેષતઃ પૂજ્ય ગણીવર્ય શ્રી હ્રીમકાર રત્ન વિજય મહારાજ સાહેબે 78 ઉપવાસનો અભૂતપૂર્વ સંકલ્પ લીધો છે અને તેઓ 78 ઉપવાસ પૂર્ણ થયા બાદ જ પારણું કરશે.અજીત મહેતાએ જણાવ્યું કે આવતીકાલે સવારે 8:30 વાગ્યે સરથાણા ડોમ ખાતે ભવ્ય પારણા મહોત્સવ યોજાશે. આ તપમાં 9 વર્ષના બાળકથી લઈ 80 વર્ષના વરિષ્ઠ સાધકો સુધીની સક્રિય ભાગીદારી રહી હતી, જે સુરતના ધાર્મિક ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પાનું ઉમેરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *