ચીખલીના ફડવેલ–કણભઈ પંથકમાં વીજ પોલ–ટ્રાન્સફોર્મર જોખમી સ્થિતિમાં

‎નમેલા વાયર અને ઝાડી ઝાંખરાથી અકસ્માતનો ભય – વીજ કંપનીની બેદરકારી સામે નાગરિકોમાં આક્રોશ

ચીખલી તાલુકા:

ચીખલી તાલુકાના ફડવેલ અને કણભઈ પંથકમાં વીજળી વિભાગની બેદરકારીના કારણે ગ્રામજનો જીવના જોખમ સાથે જીવવા મજબૂર બન્યા છે. હાલ ચોમાસાની મોસમમાં અનેક વીજ પોલો નમી ગયા છે, વાયરો જમીન તરફ ઝૂકી ગયા છે અને અનેક ટ્રાન્સફોર્મરો પર ઝાંડી–ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

📍 જોખમની પરિસ્થિતિ

‎રસ્તાની બાજુમાંથી પસાર થતા વીજ વાયર નમેલી અવસ્થામાં છે.

ખેતરો તરફ નમેલા થાંભલાંને કારણે ખેડૂતો માટે ખેતરમાં કામ કરવું જોખમી બની ગયું છે.

‎જો કરંટ જમીનમાં ઉતરે તો મનુષ્ય કે પશુ બંનેના જીવ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

‎ટ્રાન્સફોર્મરો પર ઝાડી–ઝાંખરાનું જંગલ ઊગી ગયું છે, જેના કારણે સ્પાર્કિંગ અને શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધી ગઈ છે.

‎વીજ કંપનીની બેદરકારી

‎સ્થાનિક નાગરિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની (દ.ગુ.વીજ) કચેરીમાં લેખિત અરજી આપી હોવા છતાં કામગીરી થઈ નથી.

‎કાર્યપાલક ઇજનેર સ્થળ તપાસ કરવા આવ્યા નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ છે.

‎મોટાભાગે રાત્રિ દરમિયાન થતી પાવરકટ પણ કંપનીની અકાર્યક્ષમતા અને બેદરકારીનું પરિણામ હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.

કમ્પ્લેન નંબર પર ફોન કરાતા સંતોષકારક જવાબ મળતો નથી અને કલાકો સુધી નિરાકરણ થતું નથી.

નાગરિકોની માંગ
✔️ ટ્રાન્સફોર્મરો પરની ઝાંડી–ઝાંખરાનું તાત્કાલિક નિરાકરણ કરવું.
✔️ નમેલા વીજ પોલો તથા જીવંત વાયર બદલી આપવાની તાત્કાલિક કાર્યવાહી કરવી.
✔️ ગ્રામજનોના જીવને જોખમમાં ન મૂકી યોગ્ય સમયસર કામગીરી કરવાની ખાતરી આપવી.

નાગરિકોમાં ચર્ચા

‎“ગ્રાહકો સમયસર બિલ નહીં ભરે તો વીજ કંપની તરત જ કનેક્શન કાપી દે છે, પરંતુ જ્યારે કંપનીની ફરજ આવે ત્યારે મહિનાઓ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. અકસ્માત થયા બાદ અધિકારીઓ ફક્ત પંચનામું કરવા આવશે કે પૂર્વે જ આ સમસ્યાનું નિરાકરણ કરશે?”  એવી નારાજગી ગ્રામજનોમાં જોવા મળી રહી છે.
✍️ રિપોર્ટર : ભુપેન્દ્ર પટેલ, ચીખલી


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *