સરકારી વિભાગો અને કોભાંડ એ સામાન્ય બાબત છે અને અધિકારીઓ કૌભાંડ કરવાં માટે જ નોકરી કરતા હોય છે
ઉચ્ચ હોદ્દા ધરાવતા અધિકારીઓ પણ સામાન્ય રકમની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે
મોટા મોટા આઈ.પી.એસ, આઈ.એ.એસ, જજ,પણ લાંચ કેસમાં પોલીસે ઝડપી પાડયા છે
સુરત નાં કઠોદરા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં હવે વોચમેન ને પગાર ચૂકવવા નું મોટું કૌભાંડ પકડાયું છે
શક્તિ સિક્યુરિટી એજન્સી પાસે ૪૦૦, વોચમેન નો કોન્ટ્રાક્ટ છે જે દર વર્ષે ૯, કરોડ રૂપિયા નું ફુલેકું ફેરવે છે અને ત્રણ વર્ષ થી સરકારને ચુનો ચોપડે છે
ફરજ પર એક વોચમેન રાખે અને ત્રણ વોચમેન નો પગાર વસુલે
નવ મહિના સુધી પગાર લીધો અને એકાઉન્ટ વિભાગ ને જાણ સુદ્ધાં નહોતી થઈ
એકાઉન્ટ વિભાગની મીલીભગત અને શંકા ના દાયરામાં
સિક્યુરિટી એજન્સી દ્વારા કડોદરાની સરકારી શાળા નંબર -૩૮૫, માં એક વોચમેન રાખ્યો હતો અને બીલો ત્રણ અન્ય નામે બીલો વસુલાત થતાં હતાં
બીલો વસુલાત કરતા સમયે દર મહિને વોચમેન નાં નામો બદલવામાં આવતા હતા તેમ છતાં બિલો પાસ થતાં હતાં
શક્તિ સિક્યુરિટી એજન્સી દ્વારા પાલીકા ની શાળા માં ૪૦૦,વોર્ચમેન ફાળવવામાં આવેલ છે અને તેમને માસીક બીલો ૭૦,લાખ થી વધુ થાય છે અને ત્રણ વર્ષ થી ચુકવવામાં આવે છે
સરકારી વિભાગો અને ખાસ કરીને પાલીકા ની શાળા માં આટલું મોટું કરોડોનું કૌભાંડ દર મહિને થતું હોય અને તે કોઈ ના ધ્યાન પર ન આવે તે વિચારવા જેવું છે
બિલો પર નજર રાખવા એકાઉન્ટ વિભાગ ,વિજીલન્સ, શાળા નાં આચાર્યો, શિક્ષણાધિકારી વિભાગ હોવા છતાં કૌભાંડ થતું હોય તે કેટલું યોગ્ય
