ડોક્ટરો ની બેદરકારી ને કારણે એક માસુમે જીવ ગુમાવવાનો વારો આવ્યો.


રાજ્યમાં વડોદરાની SSG હોસ્પિટલ, જેને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે.
70 કિમી દૂરથી બાળકીને લઈને આવેલા પરિવારે રાત્રીના ફરજ બજાવતા તબીબો ફરજ ચુકી ઉંઘ માં પડી ગયા હતા તાત્કાલિક સારવાર વિભાગ માં ડોક્ટર નાં અભાવે સમય સર સારવાર ન મળવાને કારણે દુઃખદ પરિણામ ભોગવવા નો વારો આવ્યો. અને તબીબોની બેદરકારી અને ઊંઘમાં ડૂબેલી નિષ્ઠુરતા કારણે માત્ર ત્રણ વર્ષની દીકરીનો જીવ ગુમાવવાનો આક્ષેપ થયો છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાવ્યો છે. પરિવારજનો અને સ્થાનિક લોકોએ ખુબ જ આક્રોશ વ્યકત કર્યો છે,
મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં જો આવું બે દરકારી પૂર્વક વર્તણ થાય ત્યારે સામાન્ય જણાતા ક્યાં જાય.
લગભગ 70 કિલોમીટર દૂર થી અંતર કાપીને વેદના સાથે પહોંચ્યા પછી પણ જો સારવારના બદલે મૃત્યુ મળે, તો આને તબીબી સેવા કહેવાય કે માનવતાની મજાક?
પરિવારના આક્ષેપ મુજબ, બાળકીને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત. પરંતુ તબીબોની ઉદાસીનતા અને બેદરકારીથી એક માસુમ નો જીવન અસમયે બુઝાઈ ગયો.
સવાલ એ છે –
⚖️ શું હોસ્પિટલ પ્રબંધન આ મામલે જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહી કરશે?
⚖️ કે પછી આ એક વધુ કિસ્સો ફક્ત તપાસની ફાઈલોમાં દટાઈ જશે?
ત્રણ વર્ષની માસૂમ નિર્દોષ દીકરીના મોતે આખા સમાજને વિચારતા કરી દીધા છે કે “આખરે આપણા જીવની કીમત કેટલી ઓછી છે?”