દારૂબંધીની પોલ ખૂલી! એક વર્ષમાં ₹1.46 કરોડનો દારૂ પકડાયો – હપ્તાખોરીનો ખેલ?”

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખૂલી – એક વર્ષમાં ₹1.46 કરોડનો દારૂ ઝડપી પાડી નાશ!
સુરત, તા. 27 ઑગસ્ટ:
ગુજરાત રાજ્યમાં કાયદેસર દારૂબંધી હોવા છતાં દારૂની અંધાધૂંધ હેરાફેરી થતી હોવાની હકીકત ફરી બહાર આવી છે. સુરત શહેર પોલીસ કમિશનરરેટ હદ વિસ્તારમાં વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનોએ માત્ર એક વર્ષમાં જ અંદાજે ₹1.46 કરોડનો દારૂ ઝડપી પાડી નાશ કર્યો છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે દારૂબંધી હોવા છતાં દારૂ મોટા પાયે શહેરમાં પહોંચે છે અને ધંધો ધમધમે છે.સુરત સીટીના લાલગેટ, ચોકબજાર, અઠવા, મહીધરપુરા, કતારગામ, ઉમરા, સારોલી, લસકાણા, કાપોદ્રા, સરથાણા, વરાછા અને પુણા પોલીસ સ્ટેશનો દ્વારા જ આ દારૂ પકડાયો અને નાશ કરાયો.
સવાલ એ ઉઠે છે કે –
દારૂબંધી હોવા છતાં આટલો દારૂ શહેરમાં ક્યાંથી આવી પહોંચે છે? અને સ્થાનિક પોલીસ ને ખબર સુદ્ધાં પડતી નથી.
દારૂ નો આ તમામ જઠઠો સ્થાનિક પોલીસ ને ઉંઘતી રાખીને સ્ટેટ મોનિટરીંગ સેલના જાંબાઝ પોલીસ અધિકારીઓ એ છડપી પાડ્યો હોવા નું માનવામાં આવે છે.
કોણ આ દારૂ લાવે છે અને કોના સંરક્ષણ હેઠળ આ ધંધો ચાલે છે?
જે બુટલેગરો પોલીસને નિયમિત હપ્તા આપે છે તેમના ધંધા કેમ અડીખમ રહે છે અને જે નહીં આપે તેમના જ દારૂ કેમ પકડીને નાશ થાય છે?
આ હકીકત દારૂબંધીની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક બાજુ કાયદો છે, બીજી બાજુ તેના અમલની પોલ ખુલી રહી છે.
ઝોન-વન, સુરત: સારોલી, લસકાણા, કાપોદ્રા, સરથાણા, વરાછા અને પુણા, લાલગેટ , ચોકબજાર, અઠવા, કતારગામ, મહીધરપુરા પોલીસ સ્ટેશનો.
પકડાયેલ દારૂ: ₹1.46 કરોડ (માત્ર 1 વર્ષમાં).
કાયદો: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ધંધાનો ધમધમાટ.
પ્રશ્ન: કોણ લાવે છે દારૂ? કોણે પકડી પાડ્યો? હપ્તાખોરીનો ખેલ કેમ?