છોટાઉદેપુરથી રાજસ્થાનના રામદેવરા વચ્ચે બસ સેવા શરૂ કરવા છોટાઉદેપુર ના ધારાસભ્ય શ્રી રાજેંદ્રસિંહ રાઠવા એ પત્ર લખ્યો બસ વહેલી તકે ચાલુ કરવાની માગ કરીછોટાઉદેપુર જિલ્લામાં રાજસ્થાન સ્થિત બાબા રામદેવ પીરમાં અપાર શ્રધ્ધા અને વિશ્વાસ રાખતા સેંકડો ભક્તો રહે છે. બાબા રામદેવ પીરમાં અપાર શ્રધ્ધા અને વિશ્વાસને લઈ ભક્તો બીજ અને પૂનમ ભરવા રાજસ્થાનના રામદેવરા જાય છે. રામદેવરા જવા માટે સીધી કોઈ એસ.ટી બસ સુવિધા ના હોવાને કારણે ભક્તજનોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જે વધુ ખર્ચાળ સાબિત થાય છે. હાલ રામદેવરા ખાતે એક મહિનો મેળો ભરાય છે ત્યારે હજારોની સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાંથી પગપાળા યાત્રા કરીને સંઘોરામદેવરા રવાના થયા છે. ત્યારે આ સંઘોમાં સામેલ થવા રોજની સેંકડો ગાડીઓ દર્શનાર્થીઓને લઈ રામદેવરા જતી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લા મથકેથી સીધી એસ.ટી બસ રામદેવરા શરૂ થાય કરવા માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એસ ટી નિગમને પત્ર લખી ચાલુ કરવા માગ કરી છોટાઉદેપુર જિલ્લા તેમજ પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાના રામદેવજી ભક્તોને સીધી બસ સેવા મળી રહે તેમ છે. છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગના શિક્ષકો પણ મોડાસા, ખેડબ્રહ્મા, ઇડર સહીતના વિસ્તારના છે જેઓ છોટાઉદેપુર જિલ્લામાં નોકરી કરે છે. છોટાઉદેપુર જિલ્લાના ખેતમજૂરો પણ ખેડબ્રહ્મા, ઇડર સહીતના વિસ્તારમાં ખેતી મજૂરી અર્થે વસવાટ કરે છે જોછોટાઉદપુરથી રામદેવરા સુધી એસટી બસ સુવિધા મળી રહે તો તેમને પણ મોટી સુવિધા ઉપલબ્ધ થાય એમ છે. જિલ્લામાં અનેક માઈ ભક્તોને પણ અંબાજીમાં બિરાજમાન માતા અંબાજીના દર્શન કરવા માટે સરળતાથી આવન જાવન થાય તેમ છે. છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી રાજેંદ્રસિંહ રાઠવા ગુજરાત પરિવહન નિગમ ને બસ વહેલી તકે ચાલુ કરવા માટે પત્ર લખી ને આ બસ નો રૂટ છોટાઉદેપુર -જેતપુરપાવી -કદવાલ ભીખાપુરા- દામાવાવ- ગોધરા લુણાવાડા- મોડાસા -અંબાજી- પાલી જોધપુર -પોકરણ અને રામદેવરા સુધીનો રાખવાથી એસ. ટી. નિગમને બહુ મોટી આવક થશે અને હજારો હરિભક્તોની ધાર્મિક ભાવનાઓ સાર્થક થશે તો માંગણી પ્રમાણે છોટાઉદેપુર થી રામદેવરા (રાજસ્થાન ) એસ ટી બસ જેમ બને તેમ વહેલી તકે ચાલુ થાય તે માટે માંગણી કરી છે છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *