સંતરામપુરમાં ભક્તિભાવથી યોજાઈ ભવ્ય કાવડ યાત્રા…

શહેરમાં ભક્તિમય માહોલ, કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સહિત આગેવાનોની ઉપસ્થિતિ..

સંતરામપુર, તા. 18 ઓગસ્ટ 2025:સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુરમાં આજે ભક્તિ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન મહાલક્ષ્મી મંદિરથી શરૂ થયું હતું. યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ અંતે સંત વિસ્તાર ખાતે આવેલા પવિત્ર મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. ભક્તોની મોટી સંખ્યાએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો.આ યાત્રા દરમિયાન સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં તરબોળ થયું હતું. નાગરિકોએ યાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું અને અનેક જગ્યાએ પાણી તેમજ આરામગૃહની વ્યવસ્થા કરી હતી.આ ભવ્ય યાત્રાનું આયોજન પોલીસના સઘન બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતરામપુર નગર પાલિકા પ્રમુખ શ્રીમતી નિશાબેન મોદી, ઉપ પ્રમુખ ઝાલા બાપુ તથા ગુજરાત રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવ સાથે યાત્રામાં ભાગ લીધો હતો.યાત્રા અંતે ભગવાન ભોળે નાથને કાવડ અર્પણ કરવામાં આવી હતી અને સમસ્ત શહેરમાં શાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દના આશીર્વાદ માંગવામાં આવ્યા હતા.વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે!રિપોર્ટર:- સલમાન મોરાવાલાસંતરામપુર.મો. 9427221409