*ટ્રમ્પનો ચીન પર પ્રહાર: “અમેરિકાના બલિદાનને યાદ રાખો,” પુતિન અને કિમ પર કાવતરાનો આરોપ*

વોશિંગ્ટન ડી.સી. – ચીનમાં વિક્ટરી પરેડ શરૂ થતાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ચીન અને રશિયા-ઉત્તર કોરિયાના નેતાઓ પર પ્રહાર કર્યા છે.ટ્રમ્પે ચીનને યાદ અપાવ્યું છે કે તેની સ્વતંત્રતા માટે અમેરિકાએ કેટલું સમર્થન અને ‘લોહી’ આપ્યું હતું. તેમણે લખ્યું, “સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ વાતનો ઉલ્લેખ કરશે કે યુનાઇટેડ સ્ટેટ્સે ચીનની સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે કેટલું સમર્થન અને ‘લોહી’ આપ્યું હતું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ચીનની જીત માટે ઘણા અમેરિકનોએ શહીદી વહોરી છે. મને આશા છે કે તેમનું યોગ્ય રીતે સન્માન થશે અને તેમની બહાદુરી અને બલિદાનને યાદ રાખવામાં આવશે!”ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની પણ આકરી ટીકા કરી. તેમણે આ બંને નેતાઓ પર અમેરિકા વિરુદ્ધ “કાવતરું” ઘડવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પે વ્યંગાત્મક રીતે લખ્યું, “કૃપા કરીને વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવો. તે બંને યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે.”ટ્રમ્પના આ નિવેદનોએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા વિવાદને જન્મ આપ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક શક્તિઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે
.રિપોર્ટ વિશાલ પટેલ 9377424645