જ્યાં વાડ ચીભડા ગળી જતી હોય ત્યારે રખેવાળી કોણ કરે?

ભ્રષ્ટ પોલીસ અધિકારી, બુટલેગરોની સાંઠગાંઠ તોડવા SMC વડા નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી કરોડોનો દારૂ પકડાયો..
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોનો ધંધો ધમધમતો રહ્યો છે. પાકી માહિતી હોવા છતાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ની રેડ ઘણી વખત નિષ્ફળ જતી હતી. તપાસમાં ખુલ્યું કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાતના કેટલાક ભ્રષ્ટ અને લાંચિયા પોલીસ અધિકારીઓ જ બુટલેગરો સાથે સાંઠગાંઠમાં હતા.આ અધિકારીઓ SMCની રેડ ટીમના અધિકારીઓના મોબાઇલ લોકેશન ટ્રેક કરી બુટલેગરોને પૂર્વભૂમિકા આપી દેતા હતા. પરિણામે બુટલેગરો નાસી છૂટતા હતા અને રેડ નિષ્ફળ જતી હતી.
નિર્લિપ્ત રાયનો ઐતિહાસિક નિર્ણય..
SMC વડા નિર્લિપ્ત રાયે ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓની સાન ઠેકાણે લાવવા કડક પગલું લીધું.SMCની રેડમાં સામેલ તમામ અધિકારી ઓના મોબાઇલ ફોન ગાંધીનગર સ્થિત વડી કચેરીમાં જમા કરાવવાનું ફરજિયાત કર્યું.
આ નીતિ બાદ માહિતી લીક થવાનું બંધ થયું અને બુટલેગરો ફટાફટ પકડાવા લાગ્યા .
કાર્યવાહીના તાજેતરના આંકડા
છેલ્લા 2 મહિનામાં 43 મોટી રેડ હાથ ધરાઈ.
અંદાજે ₹25 કરોડનો દારૂ ભરેલો માલ પકડાયો.
14 ટેન્કર, 28 કાર અને 3 ટ્રકો સાથે બુટલેગરો ઝડપાયા.
75 બુટલેગરોની ધરપકડ અને 6 પોલીસ અધિકારીઓ સામે આંતરિક તપાસ શરૂ.
સ્પેશિયલ રિપોર્ટ અને સુરત શહેરમાં દારૂબંધીની કડવી હકીકત
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને જુગારના ધંધા બેફામ ચાલે છે.
સ્થાનિક પોલીસ તંત્રના કેટલાક તત્વો પર માહિતી લીક કરવા અને બુટલેગરોને સંરક્ષણ આપવા જેવા આરોપો ઉઠ્યા છે.
સ્થાનિક સૂત્રોના અંદાજ મુજબ:
શહેરમાં 50થી વધુ ગુપ્ત દારૂના અડ્ડા અને 25થી વધુ જુગારધામ સક્રિય છે.
દર મહિને ₹3 થી ₹5 કરોડ જેટલો ગેરકાયદે દારૂનો વેપાર થાય છે.
વિસ્તારો: ઉધના, કતારગામ, સુરત સીટી, અડાજણ, પાંડેસરા વગેરેમાં વધુ દારૂ જુગાર ની પ્રવૃત્તિઓ જોવા મળે છે.
તાજેતરના મહિનામાં માત્ર 4 નાની કાર્યવાહી થઈ, જ્યારે દારૂબંધી કડક રીતે અમલ થવી જોઈએ.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ અનેકવાર માગ કરી છે કે SMC વડા નિર્લિપ્ત રાય જેવી જ કડક નીતિ સુરતમાં અમલમાં મુકાય.
જો સુરતમાં પણ રેડ વખતે મોબાઇલ જમા કરવાની નીતિ અપનાવવામાં આવે અને સ્વતંત્ર ટાસ્કફોર્સ કાર્યરત થાય, તો ગેરકાયદે દારૂના ધંધા પર જરુર મોટો પ્રહાર થઈ શકે છે.