જસ્ટિસ ફોર બારડોલી બોય

🔥 “બારડોલી બ્લાસ્ટ — એક માસૂમનો જીવ, તંત્રની નિંદ્રા અને ન્યાય માટે તડપતું પરિવાર” 🔥
બારડોલીની શાકભાજી માર્કેટ… સવારે ચહલપહલ વચ્ચે અચાનક ધડાકો!
એક નિર્દોષ સ્કૂલબોય, હજી જીવનનો અર્થ પણ સમજ્યો ન હતો, મિનિટોમાં ધુમાડા અને ચીસોમાં ગૂંગળાઈ ગયો. તેની નોટબુક, ચોપડા, સ્કૂલબેગ — પોલીસને મળી ગયા, પરંતુ ન્યાય? તે હજી રસ્તામાં ક્યાંક ખોવાઈ ગયો છે.
ગેરકાયદેસર ગેસ રિફીલીંગ સેન્ટરો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, આરોપીઓ બેફિકર હસી રહ્યા છે, અને તંત્ર? તંત્ર મૌન છે…
NCPCR, SCPCR, ચાઈલ્ડ લાઈન, જિલ્લા મેજિસ્ટ્રેટ — બધા “સુરક્ષા”ના નામે ફાઇલોમાં જ સૂઈ રહ્યા છે. એક બાળકનો જીવ ગયો, પરંતુ જવાબદારી કોઈની નથી!
પરિવારનો ચીસતો સવાલ —
👉 “અમારા બાળકનું મોત શું ફક્ત કાગળ પરની આંકડાઓમાં સમાઈ જશે? કે ‘બારડોલી બોય’ને સાચો ન્યાય મળશે?”
આ ફક્ત એક પરિવારની લડત નથી —
આ દરેક માતાપિતાનો પ્રશ્ન છે: જો આજે તંત્રની આંખ ન ખૂલે, તો કાલે બીજાનું બાળક પણ આ ગેરકાયદેસરતા અને બેદરકારીનો શિકાર બનશે!
બારડોલી માંગે છે જવાબ — અત્યારે, અને અહીં જ.