નવસારીમાં સી.આર. પાટીલ આવ્યા તો કાર્યકર્તાઓનો હરખ એવો કે કલેકટર પણ રહી ગયા પાછળ

નવસારીમાં સી.આર. પાટીલના આગમન સમયે દ્રશ્ય એવું બન્યું કે જાણે કોઈ લગ્નના મંડપમાં વરરાજાની બાજુમાં ફોટો પડાવવાની લાંબી લાઈન લાગી હોય! પોતાના ઘર જિલ્લામાં પાટીલ પહોંચતા જ કાર્યકર્તાઓના ચહેરા પર એવો તેજ હતો કે બધું જ ભૂલીને સીધા સ્ટેજ તરફ દોડી આવ્યા.હાથ મિલાવવા, ફોટો પડાવવા અને “અમને પણ ફ્રેમમાં રાખજો” નો ઉત્સાહ એટલો ચઢ્યો કે લોકો એકબીજાને ધકેલીને આગળ વધતા રહ્યા. આ ગડબડમાં તો કલેકટર સાહેબ પણ પાછળ રહી ગયા.આખરે પાટીલને પોતાના ગાર્ડને કહેવું પડ્યું – “હવે બસ! કોઈને સ્ટેજ પર ન આવવા દો… મને રેલીને ગ્રીન સિગ્નલ આપવું છે.”નજરે જોનારાઓએ હસતાં હસતાં કહ્યું – “અરે ભાઈ, નવસારી પાટીલનું ઘર છે… અહીં તો આવું બનવાનું જ!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *