*સિંગતેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં અસામાન્ય વધારો: તહેવારોના માહોલમાં ગ્રાહકોને મોટો ફટકો*

તહેવારોની સિઝન પૂર્વે જ ગુજરાતના બજારમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જે ગ્રાહકો માટે મોટો ફટકો સાબિત થયો છે. મગફળીનું આ વર્ષે બમ્પર ઉત્પાદન થવા છતાં ભાવ વધારાની આ સ્થિતિએ વેપારીઓ અને ગ્રાહકોમાં આશ્ચર્ય અને ચિંતા ફેલાવી છે.ભાવ વધારાની વિગતો: * સિંગતેલ: એક જ અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં રૂ. 30નો વધારો થયો છે. પ્રતિ ડબ્બાનો ભાવ રૂ. 2,360થી વધીને રૂ. 2,390 થયો છે. * કપાસિયા તેલ: કપાસિયા તેલના ભાવમાં પણ રૂ. 15નો ઉછાળો આવ્યો છે, જે હવે રૂ. 2,265થી વધીને રૂ. 2,315 પ્રતિ ડબ્બો થયો છે. * પામતેલ: પામતેલના ભાવમાં રૂ. 10નો વધારો નોંધાયો છે, જે હવે રૂ. 2,025થી વધીને રૂ. 2,030 પ્રતિ ડબ્બો થયો છે.કૃષિ નિષ્ણાતો અને સ્થાનિક વેપારીઓનું માનવું છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ સ્થિર હોવા છતાં ખાદ્યતેલોના ભાવમાં આ કૃત્રિમ રીતે ઊભી કરાયેલી તેજી છે. આ અસામાન્ય ભાવ વધારો સીધો જ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનાં રસોડાના બજેટ પર અસર કરી રહ્યો છે. સરકાર અને સંબંધિત સત્તાધિશોને આ બાબતની તાત્કાલિક નોંધ લેવા અને આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં ભરવા આવે છે.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645