કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાંઠાપતિ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર..મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર આજ રોજ આમ આદમી પાર્ટી ના રાપર તાલુકા પ્રમુખ અને યુવા એડવોકેટ ના આક્ષેપો મુજબ તેમણે જણાવ્યું હતું કે, મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો રસ્તો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ અને ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર અનેક સમાચાર પત્રો અને ધારાસભ્ય ના લેટર પેડ ઉપર મંજૂર થયેલ રસ્તા ના સમાચારો પ્રસિદ્ધ થવા છતાં. આજ દિન સુધી રસ્તો બન્યો નથી. રાપર ભાજપ ના નેતાઓ પ્રજા ને માત્ર લોલીપોપ આપી ખુશ કરી દે છે. ખરેખર આ કાંઠાળ વિસ્તાર ના લોકો આ તૂટેલા રસ્તા થી ત્રસ્ત થઈ ગયાં છે. આ તૂટેલા રસ્તા ના કારણે હોસ્પિટલ જેવી ઈમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીમાં 108 પણ મોડી પહોંચે છે. પ્રસુતિ માતાઓ પણ આ બાબતે પુષ્કળ પ્રમાણમાં માં ભોગ બની છે. સુરેશભાઈ મકવાણા જયારે આ ગામડાના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે કાંઠાળ ગામડા ના લોકો એ રસ્તા સમસ્યા ની વેદના ઠાલવી હતી. તેઓ જણાવ્યું હતું કે, તમારો રસ્તો તો છેલ્લા બે વર્ષથી મંજૂર થઈ ગયેલ છે. મને એવું લાગ્યું હતું કે તમારો રસ્તો વ્યવસ્થિત બનેલો હશે પરંતુ મુલાકાત લેતી વખતે જાણવા મળ્યું કે, માત્ર કાગળ પર વાહીયાત વાતું જ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ થી આ રસ્તો બનતો ન હોય તો ખરેખર રાજીનામાં આપી દેવા જોઈએ ખરેખર આ રસ્તા નું કામ ક્યાં પહોંચ્યુ છે…?? કે, કોઈ ટેન્ડર પૂર્ણ થયેલ છે કે નહીં..?? તેના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી..મનસુખભાઈ સોલંકી રાપર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *