જલારામ ગ્રુપ દ્વારા મીઠાઈ-ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સાતમ-આઠમ પર્વ નિમિત્તે રાપરના 150 જેટલા પરિવારોના બાળકોને મીઠાઈ-ફરસાણ વિતરણ..

જલારામ ગ્રુપ દ્વારા સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે રાપરના પછાત વિસ્તારના 150 જેટલા પરિવારોના બાળકો મીઠાઈ-ફરસાણથી વંચિત ન રહી જાય તે હેતુસર ગ્રુપના કાર્યાલયેથી વિતરણ કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે, વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે, ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડાયાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ સાયતા, રાહુલભાઈ ઠક્કર, સુનિલભાઈ રાજદે વગેરે દ્વારા સંભાળવામાં આવી હતી. એવું શૈલેષ ભીંડેએ જણાવ્યું હતું.