`પ્રેસ નોટ`પૂર્વ કચ્છમા ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીઓ તેમજ તસ્કરોનો ત્રાસ ડામવા કોંગ્રેસની ગૃહમંત્રી સમક્ષ રજૂઆત તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખાય જીલ્લાને બાનમાં લ‌ઈને બેઠા છે – અશોક રાઠોડ રાપરમાં બિલ્ડરો દ્રારા પોલીસ વેરિફિકેશન વગર હજારો પરપ્રાંતીય લોકોને રખાઈ રહ્યા છે ભુતકાળમાં પરપ્રાંતીય લોકો હત્યા જેવી ઘટનાઓ ને અંજામ આપી ચુક્યા છે જેથી પોલીસ વેરિફિકેશન બાબતે સખ્તાઈ દર્શાવી જરૂરી બને છે – અશોક રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિ રાપર કોંગ્રેસ દ્રારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજુઆત ખરાઈ હતી કે સમગ્ર પૂર્વ કચ્છમા અવાર નવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખાય જીલ્લાને બાનમાં લ‌ઈને બેઠા છે અવાર નવાર સીસીટીવી કેમેરા, પોલીસ પેટ્રોલિંગ વધારવામાં તેમજ પરપ્રાંતીય લોકોના પોલિસ વેરિફિકેશન કરવા સહિતની માગણીઓ જાગૃતિ નાગરિકો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજ્યકિય સંસ્થાઓ દ્રારા થતી હોય છે જેમા ગંભીરતા ના દાખવાતી હોવાના કારણે તેમજ ક્યાક ને ક્યાંક લોક જાગૃતિ ના અભાવે પણ ચોરી તેમજ તસ્કરી કરનાર ના મનોબળ મજબૂત થયાં છે તાજેતરમાં જ રાપર શહેરમા ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરફોડ ચોરીને અંજામ અપી આખાય વાગડ વિસ્તારમા ભયનો માહોલ સર્જ્યો છે ત્યારબાદ વાગડના અન્ય વિસ્તારોમાં પણ આ ટોળકી બેરોકટોક ફરતી હોવાથી લોકોની ચિંતા વધી છે‌. અયોધ્યાપુરીમા ઘરફોડ ચોરી બાદ ચડ્ડી ગેંગ રાપરના પ્રાગપર રોડ ઉપર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં પણ વહેલી સવારે આ ટોળકીની હરકત કેદ થઈ હતી. સવાર સુધી સક્રિય રહી આ ટોળકી જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એવું વર્તાઈ રહ્યુ હતુ જેથી પોલીસ સતર્ક બને અને લોકોને ભયમુક્ત કરે તે સમયની માંગ છે.શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડી ગેંગ દ્વારા એકસાથે પાંચ ઘરનાં તાળાં તોડી ઘરેણા સહિત લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરવાનાં બનાવે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે, જેથી રાપર શહેર કોંગ્રેસ દવારા માંગ કરાઈ છે કે રાત્રિના પોલીસ પેટ્રાલિંગ સઘન બનાવવામા આવે, નગરમાં લગાવેલાં મોટાભાગનાં બંધ પડેલા સીસીટીવી કેમેરા યુધ્ધ ના ધોરણે ચાલુ કરી હજી વધુ કેમેરા લગાવવામાં આવે અને તેનું મોનિટરિંગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે તેમજ રાપરમા વિવિધ જગ્યાએ ચાલતા કંટ્રકશનના પ્રોજેક્ટોમાં જેતે બિલ્ડરો દ્રારા સંખ્યાબંધ પરપ્રાંતીય મજુરો લાવવામા આવે છે તેમજ રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યાં છે જેમા મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બીહાર અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના લોકો અહીં રોજગાર અર્થ મોટા પ્રમાણમાં વસે છે અને આવજાવ કરે છે અને આની આડમા ક્યાક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો પણ અહીં અપડાઉન કરતા હોય એવી પુરી પુરી આશંકા છે કેમ કે અહીં વસતા પરપ્રાંતીય લોકોમાના આમાં મોટાભાગના લોકોનુ પોલીસ વેરિફિકેશન થયેલ નથી અને આ તમામ લોકો અહીં ગેરકાનૂની રીતે વસવાટ કરી રહ્યાં છે એવું માની શકાય જેથી તમામ પરપ્રાંતીય લોકોનુ પોલીસ વેરિફિકેશન કરવામા આવે કેમ કે રાપરમા ભુતકાળમાં પણ પરપ્રાંતીય લોકો દ્રારા હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે જેથી પોલીસ વેરિફિકેશન બાબતે સખ્તાઈ દર્શાવી જરૂરી બને છે. પોલીસ વેરિફિકેશન વગર પરપ્રાંતીય લોકોને મકાનો ભાડે આપતા મકાન માલીકો વિરૂદ્ધ પણ સખ્તાઈ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી માંગણી છે રાપર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોકભાઇ રાઠોડે કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *