“જમીનથી ગગન સુધી”
“જમીનથી ગગન સુધી”જયલો એક સામાન્ય ઘરનો માણસ હતો. રોજની દોડધામ, ઘર-કામ, મજુરી બસ એટલું જ તેનું જીવન. પરંતુ દિલમાં એક ખ્વાઈસ સાથે બાળપણથી જ એનું સપનું હતું: આકાશમાં ઊડવાનો.એક દિવસ, અચાનક એક ફરિસ્તો સામે આવ્યો અને બોલ્યો ,”જયલા, તને આકાશમાં ઊડવાની તક આપું છું, પરંતુ એક વખત નહીં, વારંવાર!”સુરુઆતમાં જયલા ને વિશ્વાસ નહોતો. પહેલી ઉડાનમાં, તેણે નીચે ફેલાયેલું શહેર જોયું, નદીઓ, પર્વતો… તેને લાગ્યું, “જીવન એટલું નાનું નથી જેટલું હું માનતો હતો.”દરેક ઉડાન સાથે તેનો દિલ મોટું થતું ગયું, હિંમત વધતી ગઈ. જે માણસ ક્યારેય જોખમ લેતો નહોતો, એ હવે સપના તરફ દોડતો હતો. જમીન પરથી ઉઠીને ગગન સુધીની સફર તેને શીખવી ગઈ કે,😍 તકો વારંવાર આવે છે, બસ ઊડવાની હિંમત રાખવી પડે.આજે જયલો પોતાના નજીકના લોકોને કહે છે — “ફરિસ્તો બહાર નહીં, અંદર હોય છે. જે દિવસે તમે મનના દરવાજા ખોલશો, એ દિવસે તમે પણ ગગનને સ્પર્શી શકશો


