કતારગામમાં 72 વર્ષીય વૃદ્ધ માજી મળી — અભયમ ટીમે પરિવારને સોંપ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં આજ રોજ 181 મહિલા હેલ્પલાઇનને એક થર્ડ પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી કે એક વૃદ્ધ મહિલા એકલી બેઠી છે અને મદદની જરૂર છે.માહિતી મળતાં જ 181 અભયમ કતારગામ ટીમ સ્થળ પર પહોંચી. થર્ડ પાર્ટીએ જણાવ્યું કે 72 વર્ષીય માજી અહીં એક કલાકથી બેઠી છે. માજીએ ટીમને જણાવ્યું કે તેઓ આશ્રમ જવા ઘરેથી નીકળ્યા હતા, પરંતુ થાકી જતા રસ્તામાં આરામ કરવા બેઠા અને ત્યાંના લોકોએ પોલીસને જાણ કરી.અભયમ ટીમે શાંતિપૂર્વક વાતચીત કરી અને કાઉન્સેલિંગ બાદ માજીએ પોતાનું ઘરનું સરનામું આપ્યું. ટીમે તેમને તેમના ઘરે પહોંચાડ્યા.પરિવારની વહુએ જણાવ્યું કે પીડિતા વારંવાર ઘરેથી નીકળી જાય છે. આજે તેઓ દીકરી સાથે મંદિરે ગયા હતા ત્યારે માજી ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.અંતે અભયમ કતારગામ ટીમે સુરક્ષિત રીતે માજીને પરિવારના હવાલે સોંપ્યા.