રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા સર્વે જ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું..*રાપર વિસ્તારના 340 વિધાર્થીઓને સન્માનિત કરાયા*શ્રી જલારામ ગ્રુપ રાપર દ્વારા ધોરણ એક થી બાર ના તેજસ્વી તારલાઓ માટે ભવ્ય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન રાપર મધ્યે આવેલ શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે યોજાયું હતું જેમાં રાપર વિસ્તારના સર્વે જ્ઞાતિના વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા..કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ,દીપ પ્રાગટ્ય ઉપસ્થિત આગેવાનો, આમંત્રિત મહેમાનો ચાંદભાઈ ઠક્કર (પ્રમુખશ્રી રાપર નગરપાલિકા),ભીખુભા સોઢા (પૂર્વ પ્રમુખશ્રી રાપર નગરપાલિકા),હસુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ દાવડા, મહેન્દ્રસિંહ વાઘેલા, સવજીભાઈ વાણંદ, નિલેશભાઈ માલી,જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે,વિદ્યાબેન મઠ,નિરંજનાબેન ગાવન્ડે, મોંઘીબેન પટેલ, ડાયાભાઈ ઠાકોર સહીતના અગ્રણીઓના હસ્તે થયેલ,ગ્રુપ દ્વારા દાતા પરિવારના આર્થિક સહયોગથી આ ચોથા સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત આગેવાનોનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમાજના અગ્રણીઓએ ઉદારદિલે પોતાનો ફાળો લાખવ્યો હતો જેમાં વાડીલાલ કપૂરચંદ મહેતા પરિવાર, જયાબેન બાબુલાલ દાવડા પરિવાર,કાંતાબેન હીરાભાઈ બાંભણીયા પરિવાર,શિવજીભાઈ બેચરાભાઈ સુથાર, મનસુખભાઈ રામજીભાઈ સુથાર દાતા રહ્યા હતા તેમજ એક થી ત્રણ ક્રમ લાવનાર ચાલીસ જેટલાં વિધાર્થીઓને હસુભાઈ સોની (પારસ ટ્રાવેલ્સ રાપર) તરફથી એક દિવસીય પ્રવાસ પણ લઈ જવાશે.રાપરના પ્રથમ નાગરિક ચાંદભાઈ ભીંડે તેમજ હમીરજી સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ઉદબોધનમાં જલારામ ગ્રુપની સરાહના કરી હતી અને વિદ્યાર્થીઓને ખુબ જ આગળ વધી રાપરનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા હતા,સમગ્ર કાર્યક્રમ દરમ્યાન હમીરજી સોઢા, રમેશભાઈ આહીર,ભરતભાઈ રાજદે, મુકેશભાઈ ઠક્કર, વિનુભાઈ થાનકી, દિનેશભાઈ ચંદે, પ્રતાપભાઈ મીરાણી, લાલજીભાઈ આહીર, કરણસિંહ વાઘેલા, મયુર સાયતા, શંકરભાઈ સોની, મુકેશભાઈ ગજ્જર, મહેશભાઈ ચંદે,જીતેન્દ્રભાઈ ભીંડે,ધર્મેન્દ્રભાઈ કચ્છી, અરુણભાઈ ગાવન્ડે,રીટાબેન શર્મા,તૃપ્તિબેન ગોસ્વામી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,સમારોહને સફળ બનાવવા જલારામ ગ્રુપના સ્થાપક શૈલેષભાઈ ભીંડે, ડાયાભાઈ ઠાકોર, ભરત પટેલ, ચંદ્રેશ મજીઠીયા, રાહુલ સોમેશ્વર, શ્યામ રાજદે, પિન્ટુ ઠક્કર, કૃપેશ ગંધા, જયેશ સોની, હિતેશ મજીઠીયા, ભાવિક કોટક, વિશાલ મીરાણી,મેહુલ રૈયા, જીગ્નેશ સોમેશ્વર, ધનસુખ સાયતા, સુનિલ રાજદે સહીતના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ ઠક્કર એ તેમજ સ્વાગત પ્રવચન ડાયાભાઈ ઠાકોરે તેમજ આભારવિધિ ચંદ્રેશ મજીઠીયા દ્વારા કરાઈ હતી તેવું રાપરથી જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડેની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *