મોગરાવાડી ગામનો યુવાન સીઆરપીએફમા પસંદ થતાં ગ્રામજનોએ ડો.નિરવ પટેલની આગેવાનીમાં ભાવભીની વિદાય આપી.

ચીખલી તાલુકાના મોગરાવાડી ગામનો મંદિર ફળિયામાં રહેતો યુવક હિતેશ ઈશ્વરભાઈ પટેલ બાળપણથી દેશસેવાની પ્રચંડ લગન ધરાવતો હતો.તે માટે તેણે તનતોડ મહેનત કર્યા બાદ સીઆરપીએફમા મહારાષ્ટ્રના નાંદેડમા ખુબ જ કપરી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમા જવાન તરીકે પોસ્ટિંગ મેળવતા સમગ્ર પંથકમાં ખુશીઓની લહેર વ્યાપી ગઈ હતી.આથી સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ તેમજ ભુલાભાઇ અને ડો.કૃણાલ,વિજય યાદવ,ઉમેશ મોગરાવાડી તેમજ જવાનના પરિવારજનો અને ગ્રામજનો સાથે મળી નવનિયુક્ત જવાનનું પરંપરાગત આદિવાસી ફેંટો ઓઢાળી તેમજ ભેંટ આપી સન્માન કર્યુ હતું.આ પ્રસંગે માતા અનિતાબેન,પિતા ઈશ્વરભાઈ,મોટા પપ્પા નાગરજીભાઈ,મોટા મમ્મી મીનાબેન તેમજ સરપંચ ધનેશભાઈ,હર્ષદભાઈ,ગોવિંદભાઇ,દલપતભાઈ,સુમનભાઈ વાડ,સુરેશભાઈ,નરોત્તમભાઇ,હરકીશનભાઈ,હરીશભાઈ,સતિષભાઈ,ચેતનભાઈ,આશિષભાઇ,રોહિતભાઈ,સુમનભાઈ મોગરાવાડી,બાબુભાઇ,અસ્પાક શેખ,ભાવેશ,હિરેન,જિયાંશ,ઉદય અને આશિકા સહિત ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશમાં સન્માનના સૌથી મોટા હકદાર પોતાના પ્રાણોની બાજી લગાવી દઈ દેશસેવા કરતા સૈનિકો છે અને ગ્રામજનોએ આજે ભેગા થઈને જે રીતે મનોબળ વધાર્યું છે યુવાનનું તે ખુબ જ ગર્વની વાત છે.હકીકતમા આવા સાચા હીરાઓની કદર કરવામાં આપણે દેશવાસીઓ અત્યારસુધી પાછળ રહ્યા હતાં પણ સોસીયલ મીડિયા અને ટેક્નોલોજીના યુગમાં ખરેખર કેટલી યાતનાઓ વેઠીને સૈનિકો દેશની રક્ષા કરે છે તે લોકોએ જોયું છે અને એટલે જ હવે સૈનિક અને તેની વર્દી ઉપર સામાન્ય લોકો અતૂટ વિશ્વાસ રાખતાં થયા છે.દેશના યુવાનો વધુને વધુ સંખ્યામા દેશની રક્ષક સંસ્થાઓમાં જોડાય અને દેશને વધારે મજબૂત બનાવવામાં મદદરૂપ થાય એ આજના જમાનાની માંગ છે.
રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ચીખલી

One thought on “મોગરાવાડી ગામનો યુવાન સીઆરપીએફમા પસંદ થતાં ગ્રામજનોએ ડો.નિરવ પટેલની આગેવાનીમાં ભાવભીની વિદાય આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *