રાજ્યમાં ગુનાખોરીનો સિલસિલો અટકતો નથી,,અધિકારીથી લઈને અપરાધી સુધી – તંત્રમાં ભારે ખળભળાટ..

(૧)સિનિયર આઇ.પી.એસ. સામે વસુલાતનો આદેશ
ગાંધીનગરમાં સિનિયર આઇ.પી.એસ. અધિકારી અભય ચૂડાસમા સામે આઠ લાખ રૂપિયાની વસુલાતનો આદેશ થતાં ચકચાર મચી. સરકારી વાહનો ખાનગી ટ્રેનિંગ એકેડેમીમાં વાપરવાના મામલે એમ.ટી. સેક્શન મારફત બે દિવસમાં ભરપાઇ કરવાનો હુકમ થતાં પોલીસ તંત્રમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
(૨)પુણા પોલીસે એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરો પકડી પાડ્યા.
સુરતના ઝોન-વન પુણા પોલીસ સ્ટેશનની ટીમે એક મહિલા સહિત ત્રણ પેડલરોને ઝડપી પાડ્યા. એમ.ડી. ડ્રગ્સનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે થતાં નશાખોરીની દુનિયામાં ભાગંભાગ.
(૩)કાપોદ્રામાં કરોડોના હીરાની ચોરીથી દહેશત
કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ હીરાની પેઢીમાંથી કરોડોની કિંમતના હીરાની ચોરી થતાં વેપારીઓમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
(૪) પાલ વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા ઈસમો ઝડપાયા
પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને પકડી પાડતા નશાખોરી સામે તંત્રની સક્રિયતા સામે આવી છે.
(૫)ચકચારી આલોક અગ્રવાલ હત્યા કાંડનો આરોપી મુઠભેડમાં પકડાયો
લિંબાયત વિસ્તારમાં થયેલા આલોક અગ્રવાલ હત્યા કાંડનો મુખ્ય આરોપી આખરે વાપી નજીક ડુંગરા-સેલવાસ રોડ પરથી મુઠભેડ બાદ કાબૂમાં આવ્યો. પોલીસએ પગમાં ગોળી મારીને આરોપીને પકડી પાડ્યો.
(૬)જનતા ચિંતામાં : સુરક્ષા પર સવાલો
એક પછી એક ઘટનાઓથી રાજ્યની હાલત ચિંતાજનક બની છે. અધિકારીઓ સામેની કાર્યવાહીથી લઈને અપરાધીઓની વધતી દાદાગીરી
સામાન્ય નાગરિકોની સુરક્ષા, વેપારીઓની ચિંતા અને યુવાપેઢીમાં ફેલાતી નશાખોરી હવે તંત્ર માટે મોટો પડકાર બની રહ્યાં છે.