સુરતમાં દિલદહળાવી દેનાર ઘટના: માતાએ બાળકો સાથે ટ્રેન સામે ઝંપલાવ્યું, બેના મોત

સુરત શહેરમાં એક હૃદયવિદારક બનાવ સામે આવ્યો છે, જેમાં માતાએ પોતાના બે નાનકડા બાળકો સાથે ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ઘટના સુરત રેલવે સ્ટેશન નજીક, ઉધના તરફ અંદાજે 200 મીટર દૂર બની.માહિતી મુજબ, 30 વર્ષીય જયશ્રી પ્રજાપતિએ પોતાના 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય દીકરી સાથે આ પગલું ભર્યું. ઘટનાસ્થળે જ જયશ્રીનું મોત નિપજ્યું, જ્યારે પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું પણ દુઃખદ અવસાન થયું. હાલ દીકરી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
