વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને સેવા દિવસ નિમિત્તે સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ અને તબીબો દ્વારા જનતા માટે વિશેષ રાહત અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.









સુરત, (તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫) – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને સેવા દિવસ નિમિત્તે સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ અને તબીબો દ્વારા જનતા માટે વિશેષ રાહત અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ વિવિધ વેપારીઓ અને ડોક્ટરો સાથે મુલાકાત કરી આ સેવાકીય કાર્યો માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો: * સંતોષ બેકરી, રામનગર: શ્રી કમલેશભાઈ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસ, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, સંતોષ બેકરીની એલ.પી. સવાણી, રામનગર અને હનીપાર્ક શાખાની તમામ બિસ્કિટ આઈટમ્સ પર ૨૦% ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. * કમલ બેકરી, રામનગર: શ્રી સંજય નંદલાલ દરિયાણી દ્વારા કમલ બેકરીની તમામ બેકરી આઈટમ્સ પર તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ૨૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. * નવીન ઇલેક્ટ્રોનિક્સ, અડાજણ: શ્રી અનિલભાઈ જેતવાની દ્વારા તા. ૧૪ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સની ખરીદી પર ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. * વિજય ગારમેન્ટ્સ, રાંદેર રોડ: શ્રી વિજયભાઈ હસાની દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ તમામ ગારમેન્ટ્સ પર ૧૦% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.આરોગ્ય ક્ષેત્રે રાહત: * અંજની હોસ્પિટલ, મોરાભાગળ: ડૉ. સંદીપભાઈ પટેલ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ઓ.પી.ડી. ફીમાં ૫૦% ચાર્જ લેવાનું જાહેર કરવામાં આવ્યું છે. * જનની વુમન્સ હોસ્પિટલ, મોરાભાગળ: ડૉ. વિશાલ જે. પટેલ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ગરીબ પરિવારો માટે ડિલિવરી વિનામૂલ્યે કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓ.પી.ડી. અને ઇન્ડોર સેવાઓમાં ૫૦% ચાર્જ લેવાશે. * મીરાયહ હોસ્પિટલ, મોરાભાગળ: ડૉ. તેજસ સેલર, ડૉ. દીપભાઈ પટેલ, ડૉ. મુકેશ પટેલ, ડૉ. ભૌતિક પટેલ, ડૉ. અપૂર્વ પટેલ અને ડૉ. વિનીથભાઈ પટેલ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ઓ.પી.ડી. ફી, લેબોરેટરી ચાર્જ અને દવાઓમાં ૫૦% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે.આ ઉપરાંત, ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ઉગત કેનાલ રોડથી વીર સાવરકર માર્ગ સુધીના વિસ્તારના સ્થાનિકોના પ્રશ્નોને સાંભળવા માટે વહીવટી અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાતમાં પૂર્વ કોર્પોરેટર શ્રી દિગ્વિજયસિંહ બારડ અને પૂર્વ વોર્ડ મહામંત્રી શ્રી બાબુભાઈ પટેલ પણ જોડાયા હતા. રિપોર્ટ વિશાલ પટેલ 9377424645