ઇમ્તિયાઝ સદ્દામ – ગુનાખોરોનો બાદશાહ, કાયદાના શિકંજામાં ફરી સપડાયો!

શહેરમાં અવારનવાર ગુનાઓના સામ્રાજ્ય ચલાવતો કિખ્યાત ઇમ્તિયાઝ સદ્દામ અને તેનો સાગરિત ફરી એક વખત કાયદાના ઘેરામાં આવી ગયા છે. અગાઉ નોંધાયેલી ફરિયાદના ઘાવ સુકાયા પણ નહોતા કે, હવે બીજી ગંભીર ફરીયાદ સીધી પોલીસ મથક સુધી પહોંચી છે.વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે, આરોપીઓના ગુનાઓનો ચોપડો એટલો જાડો છે કે પોલીસ પણ પાનાં ફેરવતા થાકી જાય. કાયદો હવે તેમના પાછળ હાથ ધોઈને નહિ, પણ લોહી પીધેલા શિકારીની જેમ તૂટી પડ્યો છે. પોલીસ ટીમે નવા કેસમાં ચુસ્ત પુરાવા મેળવી, ઝડપથી કાનૂની કસોટી પર ચઢાવવાની તૈયારી કરી છે.હવે આખા શહેરની નજર એ પર છે — શું આ વખતે ઇમ્તિયાઝ સદ્દામ અને તેનો સાગરિત કાયદાના લોખંડી પિંજરથી બચી શકશે કે નહીં?