સુખસર પોલીસે સંતરામપુરની મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો…

દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથકના પીઆઈ તથા ટીમે એચપી પેટ્રોલ પંપ આગળ વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક શખ્સને નંબર વિનાની મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમ્યાન શખ્સે પોતાનું નામ જયેશ રમણ સંગાડા, નિવાસી સાગડાપાડા હોવાનું જણાવ્યુ હતું.વધુ તપાસ દરમિયાન તેણે કબુલાત આપી હતી કે આ મોટરસાયકલ તેણે એકાદ માસ પહેલા સંતરામપુર વિસ્તારમાંથી રાત્રે ચોરી કરી હતી. સુખસર પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરતા શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની ચુસ્ત કામગીરીને કારણે સંતરામપુરની મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *