ગૌરવપથ પર ડમ્પરોનો આતંક: હેવી વાહનો પર છૂટછાટ, સામાન્ય વાહન ચાલકો પર જ આકરા નિયમો?

સુરત શહેરના ગૌરવપથ વિસ્તારમાં ફરી એકવાર ડમ્પરોના બેફામ દોડનો ભોગ માનવજીવન બન્યું છે. પુરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા, ડમ્પરનો ક્લીનર જ તેનું શિકાર બન્યો. ડમ્પર નીચે પટકાયેલા ક્લીનર પર ફરીથી જ તે જ ડમ્પર વળી જતાં સ્થળ પર જ મોત નિપજ્યું. ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો. પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓ અને માર્ગચલકોના પ્રશ્ન છે કે, આવાં હેવી વાહનો પર ટ્રાફિક પોલીસના નિયમો કેમ અમલમાં નથી થતા? ટ્રાફિક વિભાગ દ્વારા સામાન્ય વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હેવી વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ, બેફામ ગતિ અને સમય મર્યાદા વિરુદ્ધ સંચાલન પર આંખ મીંચાઈ જાય છે.

પ્રશ્નાર્થ ઉભા થયા છે:

ટ્રાફિક પોલીસની ફરજમાં બેદરકારી છે કે પછી મિલીભગત?

હેવી વાહનો માટે લોડિંગ-અનલોડિંગ અને સંચાલન માટેના નક્કી સમયપત્રકનું પાલન કેમ નથી થતું?

ગૌરવપથ જેવા વ્યસ્ત માર્ગો પર હેવી વાહનોના બેફામ દોડને કાબૂમાં લેવા યોગ્ય પગલાં ક્યારે લેવાશે?

વિશેષજ્ઞોના મત અનુસાર, હેવી વાહનો માટે કડક નિયમો અને કડક ચેકિંગની તાતી જરૂર છે. સાથે જ સામાન્ય લોકોની સુરક્ષા માટે હેવી વાહનોના ગતિમર્યાદા, વજન નિયંત્રણ, અને સ્પીડ ગવર્નર જેવા નિયમોનો અમલ અનિવાર્ય બનાવવો જોઈએ.

ફેક્ટ બોક્સ:

ઘટનાસ્થળ: ગૌરવપથ વિસ્તાર, સુરત

ઘટના: ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો, ક્લીનરનું સ્થળ પર મોત

કાર્યવાહી: પાલ પોલીસ દ્વારા ચાલક પકડાયો

મુદ્દો: હેવી વાહનો પર નિયમ અમલમાં ખામી, ટ્રાફિક વિભાગની શિથિલતા

શું શહેરની ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસુલાત માટે કાર્યરત છે કે લોકોની સુરક્ષા માટે? આ પ્રશ્નનો જવાબ આપવો હવે આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *