ફડવેલ ગામ ના ગોડાઉન ફળીયા માં વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી

ચીખલી તાલુકામાં ઠેર ઠેર શ્રી ગણેશ ચતુર્થી નો તહેવાર આજ રોજ ઉજવાયો ત્યારે આજ રોજ ચીખલી તાલુકા ના ફડવેલ ગામ માં ગોડાઉન ફળીયા માં આજ રોજ વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. સવારથી ફળીયા ના ભાવિક ભક્તો ગણેશ સ્થાપના માં જોડાઈ ગયા હતા તથા વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. ડીજે અને ઢોલ નગારા ગણપતિ બાપ્પા મોર્યાના જયનાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બ્રાહ્મણો દ્વારા વિધિવત ગણપતિ પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. આમ શુભ મુહૂર્તમાં ઢોલ નગારા ફટાકડા ફોડવા સાથે ગણપતિ બાપ્પા મોર્યાના જયકારથી ગણેશ નું આગમન કરવા માં આવ્યું હતું. આમ ફડવેલ ગામ ના અગ્રણી જેવો તાલુકા પંચાયત સભ્ય છે એવા મહેશ ભાઈ પટેલ તથા ગામ ના સરપંચ ઉષા બેન હરીશ ભાઈ તથા સુરેશ ભાઈ પટેલ તથા જયેશ ભાઈ એ ઉપસ્થિત રહી ખુબ સારી એવી સેવા આપી હતી.
રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ચીખલી