ગુજરાતમાં ઘૂસણખોરીનો પર્દાફાશ જવાબદાર વિભાગ ઘોર નિદ્રામાં કે સાંઠગાંઠમાં?

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરીનો હાંકલ પટ્ટો હજી પૂરો થયો નથી ત્યાં હવે સિરિયાથી આવેલા લોકો ગુજરાતમાં પગ પેસારો કરી રહ્યા છે. ભારતીય સરહદ ઓળંગી આવેલા આ ઘૂસપેઠીઓ સરળતાથી આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ અને વોટર કાર્ડ જેવા પુરાવા મેળવી રહ્યા છે, જે ગંભીર તપાસનો વિષય છે. છતાં જવાબદાર તંત્ર બેદરકાર છે કે મિલીભગત કરે છે? – એવો સવાલ ઉભો થયો છે.
અહેવાલો મુજબ, ગાઝામાં સહાય પહોંચાડવાના બહાને ઘૂસેલા કેટલાક લોકો અમદાવાદની મસ્જિદોમાં જઈ દાન ઉઘરાવવા લાગ્યા અને અહીં કાયમી વસવાટ માટે મિલકત અને પાસપોર્ટ મેળવી લીધા. આવાં લોકો દેશમાં કેવી રીતે પ્રવેશ્યા, તેમની તપાસ કેમ ન થઈ, તેવા તીખા સવાલો સરકાર અને સુરક્ષા એજન્સીઓ સામે છે.
ગુજરાત પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ની જવાબદારી પર પણ પ્રશ્નચિહ્ન છે. ઘૂસણખોરી વધતી હોવા છતાં તેમની ખબર ન પડવી કે ખબર પડ્યા બાદ પણ કાર્યવાહી ન થવી – આ બંને પરિસ્થિતિ ચિંતાજનક છે. ઘૂસણખોરી રોકવા સરકાર પાસે કોઈ નક્કર પ્લાન નથી, જે દેશની સુરક્ષા માટે ગંભીર જોખમ છે.
દેશના આંતરિક સુરક્ષાના મુદ્દે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. કોઈ સાંઠગાંઠ છે કે નહીં તેની કડક તપાસ સાથે ઘૂસણખોરી રોકવા માટે કડક પગલા જરૂરી છે, નહીં તો પરિસ્થિતિ કાબૂ બહાર જશે.