શહેમા પાલિકા ની રહેમ નજર હેઠળ બિન અધિકૃત બાંધકામ ઉભા થયા છે

ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પાલિકા ની રહેમનજર : ફક્ત દેખાવદારીના નામે ગાબડાં, હકીકતમાં ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા નું શોચી સમજીને કરવામાં આવી રહ્યું છે કાવતરું
સુરત – મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તાજેતરની સંકલન બેઠકમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ગાજ્યો હતો, પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર. પાલિકા ફક્ત વાહવાહી માટે ગાબડાં પાડતી દેખાય છે, જ્યારે ઝૂપડીથી માંડીને બંગલા અને બિલ્ડિંગ સુધીનાં બિનઅધિકૃત બાંધકામ ધડાધડ ઊભા થઇ રહ્યા છે.
અડાજણ પાટિયા થી વેડ દરવાજા તરફ જતાં જલાની બ્રિજ પાસેના વિસ્તારની વાત કરીએ તો અહીં પુલને અડીને બિનમંજુર બહુમજલી બિલ્ડીંગ ઊભી થઇ ચૂકી છે. આ બિલ્ડીંગ ને અડીને જ GEB ની હાઈ ટેન્શન વીજલાઈનો ચાલી રહી છે. વીજ પ્રવાહની ડી.પી. સીધા બિલ્ડીંગને અડીને હોવાથી ગંભીર દુર્ઘટનાની સંભાવનાઓ સર્જાઈ રહી છે.
આરોપ છે કે મધ્યસ્થ શહેર વિકાસ વિભાગના અમુક ભ્રષ્ટ અધિકારીઓ આવા બાંધકામ સામે ફક્ત દર્શનાટમક કાર્યવાહી કરતા હોય છે. ડિમોલીશનના નામે ત્રણ ચાર ગાબડાં પાડી દેવામાં આવે છે, ત્યારબાદ માલીક પાસે લેખીત બાંહેધરી લઈને કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે. પરિણામે માલીક વધુ બાંધકામ કરે છે અને અંગત લાભ આપીને આ બિનકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારી દસ્તાવેજોમાં ચડાવી દેવામાં આવે છે.
સવાલ એ છે કે જ્યારે જીવલેણ વીજતાર, જનસુરક્ષા અને શહેરની સલામતી સામે જોખમી ગેરકાયદે બાંધકામ ઊભું થાય છે, ત્યારે પાલિકા, વીજ કંપની અને શહેરી વિકાસ વિભાગ અને પાલીકા ના જવાબદાર અધિકારીઓ મુક પ્રેક્ષક બની અંગત લાભ વસુલી મૌન બની રહે છે
જો ખરેખર શહેર હિતમાં કામ કરવું હોય તો ગેરકાયદેસર બાંધકામો સામે માત્ર કાર્યવાહીનું નાટક નહીં પણ કડક અને સંપૂર્ણ કાર્યવાહી કરવાની જરૂર છે, નહીંતર આવનારા દિવસોમાં સુરત શહેર “સિસ્ટેમેટિક અરાજકતા”નું જીવતું ઉદાહરણ બની જશે.
“બાંધકામ માફિયાઓ સામે પાલિકા પોતેજ બેઇજ્જતી કરાવી રહી છે – અને કાયદો થઇ ગયો છે મજાક!”
“અડાજણ થી વેડ દરવાજા સુધી ઊભા થયા છે જોખમી બિલ્ડિંગ!”
“ગાબડાંથી ન ફાટી શકે જોખમ – સુરતમાં ગેરકાયદેસર બિલ્ડિંગો પર અધિકારીઓનો આશીર્વાદ?”