CYCSA ગાંધીનગરમાં તિરંગા લહેરાવી – “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન સાથે આઝાદી પર્વની ઉજવણી..

ગાંધીનગર:આઝાદી પર્વના અવસર પર CYCSA, ગાંધીનગરની ઓફિસ ખાતે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત ગૌરવભેર તિરંગા લહેરાવવામાં આવ્યો.દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને સલામી આપતા ઉપસ્થિત સભ્યોના ચહેરા ગર્વથી ઝળહળ્યા.કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાન ગવાયું અને સ્વચ્છતા-રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરી ગયો. સૌએ સંકલ્પ લીધો કે ભારતને સ્વચ્છ, સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં પોતાનો સક્રિય ફાળો આપશે.**”સ્વચ્છ ભારત – ગૌરવશાળી ભારત”**ના સૂત્ર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. 🇮🇳✨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *