રાંદેર રોડ અલફેસાની શાળા અને રાંદેર પોલીસ વચ્ચે ક્રિકેટ લીગનું સફળ આયોજન: નશા વિરુદ્ધ અને સ્વસ્થ્ય માટે પ્રેરણાદાયક સહયોગ

આજરોજ રાંદેર રોડ સ્થિત અલફેસાની શાળાના ધોરણ 11 ના બાળકો અને રાંદેર પોલીસની ટીમ વચ્ચે એક ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ બાળકોને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખવા તેમજ “સે નો ટુ ડ્રગ્સ ઈન સુરત સીટી” અભિયાન અંતર્ગત બાળકોમાં નશાખોરી અને નશાકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જાગૃતિ લાવવાનું હતું.આ કારગરમમાં બાળકોને વધુ પડતા મોબાઈલના દુરુપયોગના ગેરફાયદા અને નશાની નુકસાનકારક પરિસ્થિતિઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યુ હતું. શારીરિક અને માનસિક ક્ષમતાનું વિકાસ કરવા માટે ક્રિકેટ તેમજ અન્ય રમતોના ઉપયોગની પણ સમજ આપી હતી.પોલીસ અને શાળાના બાળકો વચ્ચે આ રમતને કારણે સંવાદ અને નજીકપણું વધવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ ટીમ અને બાળકો વચ્ચે એક સેતુરૂપ સંબંધ બાંધી શિક્ષણ અને સੁਰક્ષા ક્ષેત્રે પણ પ્રેરણાદાયક પ્રભાવ પડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અને વિસ્તારના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ફાઇનલ મેચ રાંદેર પોલીસ ટીમે જીત મેળવી, જ્યારે વિદ્યાર્થીઓએ મહાન ખેલ ભાવના સાથે રમત ખેલતા ઓછા ગુણાંત્રે રમતમાં હાર માની. રાંદેર પોલીસ ટીમે વિજેતા ટ્રોફી વિદ્યાર્થીઓને સન્માનરૂપે અર્પણ કરી, જયારે વિદ્યાર્થીઓએ રનર્સ-અપ ટ્રોફી સ્વીકારી હતી.આ કાર્યક્રમને બધા હાજર મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *