રાજ્યમાં દારૂબંધી છતાં નશેડીઓ જાહેર રસ્તા પર અક્સ્માત કરી લોકોને કચડી રહ્યા છે !
રાજ્યમાં દારૂબંધી છતાં નશેડીઓ જાહેર રસ્તા પર અક્સ્માત કરી લોકોને કચડી રહ્યા છે !
માંડવી-ભુજ રોડ પર નશેડી નબીરાની બેફામ કારે કાબુ ગુમાવતા નિર્દોષોની જિંદગી જોખમમાં મૂકાય.
🚗 નશાની હાલતમાં કારચાલકે બે કાર અને એક બાઈકને અડફેટે લીધી
👶 એક બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
🍾 કારમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા
😡 લોકોએ ઘટના સ્થળે જ નશેડીને ચખાડ્યો મેથીપાક
❓ રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ માટે
માંડવી-ભુજ રોડ પર દારૂના નશામાં ચૂર નબીરાએ બેફામ કાર દોડાવતાં ભયાનક અકસ્માત સર્જાયો.
બે કાર અને એક બાઈકને અડફેટે લેતા રસ્તા પર દર્દનાક ચિસો સાથે ના ભાગ મચી ગઇ.
આ અકસ્માતમાં એક માસુમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. રસ્તા પર લોહીના ખાબોચિયામાં ભરાયા પરિવારજનોની ચીસો અને ભયાનક દૃશ્યે સ્થળ પર હાજર દરેકને હચમચાવી નાંખતા વાતાવરણ ગમગી બન્યું.
સ્થળ પર લોકોનો ગુસ્સો:
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કોઈ સામાન્ય નહીં પરંતુ “જાણીતા ઉદ્યોગ પતિ ના દિકરા” હોવાનું સામે આવ્યું છે.
લોકોની ધીરજનો પ્યાલો છલકાયો અને ગુસ્સે ચડી નબીરાને મેથીપાક ચખાડ્યો.
કારની અંદરથી દારૂની ભરેલી બોટલો અને ગ્લાસ મળી આવતા દારૂબંધી કાયદાની પોલંપોલ પણ ઉઘાડી પડી હતી.
🗣️ “દારૂબંધી ફક્ત કાગળ પર જ છે. જો કડક અમલ થાત તો આજે આપણું બાળક લોહીમાં તરતું ન હોત.” એક ઘાયલના સગા
🗣️ “મોટા બાપની ઓલાદ હોય એટલે શું નિર્દોષોને કચડી નાખવાનો હક છે? કડક કાર્યવાહી જરૂરી છે.” સ્થાનિક રહીશ.
👉 શું પોલીસ ફક્ત નામમાત્ર કાર્યવાહી કરશે?
👉 કે પછી આવા નશેડીઓ પર કડક પગલાં લઈ દારૂબંધી કાયદાને વાસ્તવિક અર્થ આપશે?
દારૂબંધી કાયદાનો હવે કડક અમલ કરવો જરૂરી બન્યો છે.
ગેરકાયદેસર દારૂ સપ્લાય ચેઇનને તાત્કાલિક અંકુશ કરવું જોઈએ
નિર્દોષોના જીવ જોખમમાં મુકનારા નશેડી પર કડક કાર્યવાહી કરી સજા કરવી જરૂરી
✍️ રિપોર્ટર: [જયેશ મેવાડા]
