*વેજલપુર ગામે આવેલ સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી એજ્યુકેશનમાં અભ્યાસ કરતા CCC નો કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો*પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત અને એકતા પ્લે સેન્ટર માં જે.સી એજ્યુકેશનમાં કોમ્પ્યુટર કોર્ષ પણ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે કોમ્પ્યુટર કોર્ષમાં CCC માં એક થી ત્રણ ક્રમાંકે પાસ થયેલા ટમ તમટા તારલાઓનો સન્માન કાર્યક્રમ અને તેમને સર્ટિફિકેટ અને વિદ્યાર્થીઓમાં આગળ ભણવાનો જુસ્સો વધે તે માટે તેમને મેડલ અને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રથમ નંબરે આવેલ પ્રતીક્ષા વણકર અને બીજા નંબર ઉપર અંજના લુહારિયા અને ત્રીજા નંબરે આવેલ હેમાક્ષીબેન પરમારને એવોર્ડ અને મેડલ અને દરેક વિધાર્થીઓને ૫૦૧ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ યોજાયેલ કાર્યક્રમમાં સર્વોદય વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સિદ્દીક તપ અને કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી હનીફ મદારી અને સામાજિક કાર્યકર્તા આર.એમ.મેદા એકતા પ્લે સેન્ટરના આચાર્ય મીનાબેન સોલંકી જે.સી એજ્યુકેશન ના કોમ્પ્યુટરના કલાસ ચલાવતા સોહેલ જમાલ વેજલપુર ગામના આગેવાન બિલાલ ભાઈ નાના ભાંગ્યોદય યુવા વિકાસ ટ્રસ્ટના યોગેશભાઈ કાછીયા તેમજ આદર્શ ટ્રસ્ટ ના અજય ભાઈ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *