કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજનાઓની25મી ઑગસ્ટની સ્થિતિ મુજબ કુલ 170માંથી 39 ડેમમાં તળિયે પાણી જ છે, જ્યારે સી લેવલ કરતા ઉપર 70 ડેમ ભરાયેલા છે. તેમાં 61 પૂર્ણ ભરાયેલા અને 48 ઓવરફ્લો થયેલા છે. તાલુકાવાર વિગતો મુજબ ભુજના 35માંથી 13 પૂર્ણ અને 1 ઓવરફ્લો, માંડવીના 21માંથી 14 પૂર્ણ અને ઓવરફ્લો, નખત્રાણાના 16માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો, અબડાસાના 24માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો નોંધાયા છે. મુન્દ્રાના 11માંથી ૩ પૂર્ણ તથા 2 ઓવરફ્લો, લખપતના 17માંથી 5 પૂર્ણ તથા 5 ઓવરફ્લો થયા છે. અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાંથી એકેય ડેમ પૂર્ણ ભરાયો નથી કે ઓવરફ્લો થયો નથી.
શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટેઉપર આપેલા નંબર પર મેસેજ અથવા કોલ કરો.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાંઠાપતિ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર..મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર આજ રોજ આમ આદમી પાર્ટી ના રાપર તાલુકા પ્રમુખ અને યુવા એડવોકેટ ના આક્ષેપો મુજબ તેમણે જણાવ્યું હતું કે, મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો રસ્તો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ અને ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર અનેક સમાચાર પત્રો અને ધારાસભ્ય ના લેટર પેડ ઉપર મંજૂર થયેલ રસ્તા ના સમાચારો પ્રસિદ્ધ થવા છતાં. આજ દિન સુધી રસ્તો બન્યો નથી. રાપર ભાજપ ના નેતાઓ પ્રજા ને માત્ર લોલીપોપ આપી ખુશ કરી દે છે. ખરેખર આ કાંઠાળ વિસ્તાર ના લોકો આ તૂટેલા રસ્તા થી ત્રસ્ત થઈ ગયાં છે. આ તૂટેલા રસ્તા ના કારણે હોસ્પિટલ જેવી ઈમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીમાં 108 પણ મોડી પહોંચે છે. પ્રસુતિ માતાઓ પણ આ બાબતે પુષ્કળ પ્રમાણમાં માં ભોગ બની છે. સુરેશભાઈ મકવાણા જયારે આ ગામડાના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે કાંઠાળ ગામડા ના લોકો એ રસ્તા સમસ્યા ની વેદના ઠાલવી હતી. તેઓ જણાવ્યું હતું કે, તમારો રસ્તો તો છેલ્લા બે વર્ષથી મંજૂર થઈ ગયેલ છે. મને એવું લાગ્યું હતું કે તમારો રસ્તો વ્યવસ્થિત બનેલો હશે પરંતુ મુલાકાત લેતી વખતે જાણવા મળ્યું કે, માત્ર કાગળ પર વાહીયાત વાતું જ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ થી આ રસ્તો બનતો ન હોય તો ખરેખર રાજીનામાં આપી દેવા જોઈએ ખરેખર આ રસ્તા નું કામ ક્યાં પહોંચ્યુ છે…?? કે, કોઈ ટેન્ડર પૂર્ણ થયેલ છે કે નહીં..?? તેના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી..મનસુખભાઈ સોલંકી રાપર રિપોર્ટર
Read Moreએસઆરસી દ્વારા 61 લીઝ રદ કરવાના નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. આ જાહેરાત એસઆરસીના ચેરમેન પ્રેમ લાલવાણીએ કરી હતી. તેમણે જણાવ્યું કે ટાગોર રોડ, એરપોર્ટ રોડ અને રામબાગ રોડને કોમર્શિયલ હેતુ માટે પરિવર્તિત કરવાના પ્રસ્તાવ અંગે ડી.પી.એ. અને શિપિંગ મંત્રાલય સકારાત્મક વલણ દાખવી રહ્યા છે. આ નિર્ણય પાછળ “સર્વ સુખાય, સર્વ હિતાય”ની ભાવના રહેલી છે. આ પગલાથી સ્થાનિક વેપારીઓ અને લોકોને રાહત મળશે તેવી અપેક્ષા છે
શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટે ઉપર આપેલા નંબર પર મેસેજ અથવા કોલ કરો.