રક્ષક જ ભક્ષક!પોલીસ વિભાગ પરથી હવે લોકો નો વિશ્વાસ ઉઠી ગયો છે??

રાજકોટમા પુર્વ પોલીસ ઇન્સ્પેકટરે તેમના હાથ નીચે કામ કરતા TRB, મહિલા કર્મચારી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો
રાજકોટના પૂર્વ PI પર બળાત્કારનો આરોપ
મહિલા સુરક્ષા પર તંત્રની નિષ્ફળતા – હવે કોની પર ભરોસો રાખવો?
રાજકોટમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફન્નાન્ડિઝે પોતાના જ હાથ નીચે કામ કરતી TRB મહિલા કર્મચારી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર આચર્યો હોવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો છે. લગ્નનું આકર્ષણ બતાવી મહિલા સાથે દુષ્કર્મ કરાયો, અને પોતાની PI તરીકેની સત્તા અને ધાકધમકીથી પીડિતાને દબાવવામાં આવી હતી.
હાલ સેશન્સ કોર્ટે આરોપીની આગોતરી જામીન અરજી નામંજૂર કરી દીધી છે.
📍 કેસ: પૂર્વ PI વી.જે. ફન્નાન્ડિઝ પર બળાત્કારનો આરોપ
👮♂️ પીડિતા: ટ્રાફિક બ્રિગેડ મહિલા કર્મચારી
🛑 લગ્નનો લાલચ આપી દુષ્કર્મ, પદસત્તાનો દુરુપયોગ
⚖️ કોર્ટ કાર્યવાહી: સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર
❓ મુખ્ય પ્રશ્ન: જ્યારે રક્ષક જ ગુનેગાર બને, ત્યારે ન્યાય માટે કોની પાસે જવાય?
પોલિસ વિભાગ સામે ઉભા થયેલા પ્રશ્નો.
❓ શું કાયદાના રક્ષક પોતાના પદનો દુરુપયોગ કરી મહિલાઓની અસહાય પરિસ્થિતિનો શિકાર નહીં બનાવી રહ્યા?
❓ મહિલાઓની સુરક્ષા પર સરકાર અને તંત્રના દાવા માત્ર કાગળ પૂરતા છે?
❓ જો કાયદો જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિક કેવી રીતે નિર્ભય જીવી શકે?
👩⚖️ કાયદા સામે બધા સમાન છે – પદસત્તા કોઈને બચાવી શકતી નથી.
🚨 કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ “રક્ષક” ફરી “ભક્ષક” બનવાની હિંમત ન કરે.
✊ મહિલા કર્મચારીને યોગ્ય ન્યાય મળે, એ જ સમાજની તાત્કાલિક માગ છે.