પણદા પ્રાથમિક શાળામાં તિરંગાની છાંયે ગૌરવમય ક્ષણો.

આજ રોજ અમારા ગામની પણદા પ્રાથમિક શાળાના આંગણે તિરંગો લહેરાતાં દેશભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું. ધ્વજવંદન સમારોહ દરમિયાન મને બે શબ્દ બોલવાની સોનેરી તક મળી, જે મારા જીવનની યાદગાર પળ બની રહી.આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો અમારા ગામના ગૌરવ, દાતાશ્રી શ્રી પરેશભાઈ પરાગભાઈ રાઠોડ (ગામ નિઝર – હાલ મુંબઈ, થાણે) એ. તેમણે શાળાના તમામ બાળકોને નવા ચમકતા યુનિફોર્મ ભેટ આપ્યા. આ સદભાવના કાર્ય માટે શાળા પરિવાર હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરે છે.સમગ્ર કાર્યક્રમમાં ગામના અણગણિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, અને સૌના હૃદયમાં દેશપ્રેમ, એકતા અને કૃતજ્ઞતાનો અજવાળો ફેલાયો. આજે શાળા માત્ર શિક્ષણનું સ્થાન નહીં, પરંતુ ગામની એકતાનું જીવંત પ્રતિક બની ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *