રાંદેર પોલીસની ચાકચિક્કી : મહિલાને ખોવાયેલા દાગીના કલાકોમાં પરત..

સીસીટીવી ફૂટેજની મદદથી રાંદેર પોલીસે મહિલાનો ગુમાવેલો પર્સ શોધી કાઢી, અંદાજે રૂ.20,000 ના સોનાના કાનના એરિંગ કલાકોમાં પરત કરી નાગરિકોમાં પ્રશંસા મેળવી..

સુરત :આજરોજ તા. 1-9-2025 ના રોજ સવારે 11:45 વાગ્યે હર્ષિતાબેન ગણેશભાઈ ચાલુકે (ઉંમર 30 વર્ષ, રહે. 301 વૈષ્ણોદેવી એમોર એપાર્ટમેન્ટ, જાહાગીરબાદ, ડી-માર્ટ સામે, દાંડી રોડ, સુરત) પોતાના નિવાસસ્થાનથી વીર સાવરકર રોડ તરફ જતા હતા. તે દરમ્યાન રસ્તામાં તેમનો લેડીઝ પર્સ પડી જતાં તેમાં રહેલાં અંદાજે રૂ. 20,000 કિંમતના સોનાના કાનના એરિંગ ગુમાઈ ગયા હતા.ઉક્ત બાબતે હર્ષિતાબેન દ્વારા રાંદેર પોસ્ટે અરજી કરવામાં આવતા, ડી-સ્ટાફે તરત જ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી. પોલીસે ઝડપી કામગીરી કરતાં થોડાં જ કલાકોમાં કેનાલ રોડ વિસ્તારમાંથી ખોવાયેલાં એરિંગ મળી આવ્યા હતા.નાગરિકોની નાનીથી નાની ફરિયાદને ગંભીરતાથી લઈને ઝડપભેર ઉકેલ આપનાર રાંદેર પોલીસની આ કાર્યશૈલીની વિસ્તારજનો દ્વારા પ્રશંસા થઈ રહી છે.


Valuable information. Lucky me I found your website by accident, and I am shocked why this accident didn’t happened earlier! I bookmarked it.