જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના કારણે હડતાલ, ચૈત્રર વસાવાની જામીન અરજી ફરી પેન્ડિંગ..

જસ્ટિસ સંદીપ ભટ્ટની અચાનક થયેલી બદલી સામે વકીલ મંડળે હડતાલનો માર્ગ અપનાવતા કોર્ટની કાર્યવાહી પર સીધી અસર જોવા મળી છે. જેના કારણે ચૈત્રર વસાવાની જામીન અરજી ફરી એકવાર પેન્ડિંગ રહી ગઈ છે.સુનાવણી માટે નિર્ધારિત તારીખે વકીલો ગેરહાજર રહેતાં મામલો આગળ ધપ્યો નહીં. અગાઉથી જ આ અરજીમાં વારંવાર મુલતવી મળતા અરજદાર પક્ષે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. બીજી તરફ વકીલ મંડળે સ્પષ્ટ કર્યું છે કે બદલીનો નિર્ણય પાછો ખેંચાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ જ રહેશે.કોર્ટના નિયમિત કાર્યો પર પડેલા આ પ્રભાવને કારણે અનેક કેસો અટવાઈ ગયા છે. જેના પગલે નાગરિકોમાં પણ ભારે ચર્ચા જોર પકડી રહી છે.