ઘરેથી નીકળી ગયેલી તરુણીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી ઉમરા 181 અભયમ ટીમે દાખવ્યો માનવતાનો દાખલો.


અઠવા વિસ્તારમાંથી ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે એક તરુણી કેટલાક સમયથી અહીં બેસી રહી છે જેને પૂછતાં કોઈ સરખી માહિતી જણાવતા નથી અને ઘરે જવા માટે ના પાડે છે જેઓના મદદ માટે 181 અભયમ રેસ્કયુ ટીમની જરૂર છેઆટલું જાણતા ઉમરા અભયમ ટીમ ત્રાહિત વ્યક્તિ દ્વારા જણાવેલ સ્થળ પર પહોંચી તરુણી સાથે વાતચીત કરી હતી પરંતુ તરુણી કોઈ માહિતી જણાવતા ન હતા ઘણા પ્રયત્નો બાદ તેમને જણાવેલ કે તેમના માતા પિતાએ તેમને ઠપકો આપ્યો હતો તેથી તેઓ સવારે 7 વાગ્યે ઘરેથી નીકળી આવ્યા હતા અને તેઓ હવે ઘરે જવા માંગતા ન હતા તેમને શાંતિથી સમજાવી પિતાનો કોન્ટેક્ટ નંબર અને સરનામું મેળવી તેમના પિતાને ફોન કરી બનેલ ઘટનાની જાણ કરી હતી. તરુણીને પિતા શોધવા માટે રેલવે સ્ટેશન ગયા હતા ત્યાર બાદ તરુણીને તેમના ઘરે લઈ ગયા હતા અને તેમના માતા પિતા સાથે વાતચીત કરેલ તેમને જણાવેલ કે અગાઉ તેમની દીકરી તેમના મામા સાથે ફોન પર વાત કરતા હતા તેથી તેમને વાત કરવા ના પાડી હતી અને ગઈ કાલ દીકરી બજાર મા ગયા હતા ત્યારે તેમની આગળ એક છોકરો ચાલતો જતો હતો તેથી તરુણીના પિતાના મિત્ર એ તેમને જોયા હતા. પિતાના મિત્ર એ પિતાને આવીને કહ્યું હતું તેથી તરુણીને માતા પિતાએ સમજાવ્યું હતું પરંતુ તેમને ઠપકો લાગ્યો હતો તેથી તેઓ ઘરમાંથી નિકળી ગયા હતા. 181 અભયમ ટીમ દ્વારા માતા પિતા અને તરુણીને સમજાવેલ તરુણીને હાલ ભણવામાં ધ્યાન આપે અને ઘરમાંથી નિકળી ન જાય તે માટે સમજાવેલ અને માતા પિતાને પણ દીકરી ને શાંતિ સમજાવે તે માટે માર્ગદર્શન આપેલ છે. તરુણીને માતા પિતાને સલામત રીતે સોંપવા બદલ પરિવારે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.