બારડોલીની તમામે તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને પોતાની પંચાયતમાં RTI એક્ટનું સાઈનબોર્ડ લગાવવા બારડોલી TDO નો આદેશ


મળતી માહિતી મુજબ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના કાયદાને દેશ ભરમાં લાગુ થવા માટે આજે આશરે ૧૯ વર્ષ પૂરા થયા છે અને આ કાયદા મુજબ દરેક સરકારી કચેરીના વડાએ તેની પોતાની કચેરીમાં જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીના નામ અને હોદ્દાની માહિતી પ્રકાશિત કરવા સાઈન બોર્ડ મૂકવા રાજ્ય સરકારના નાયબ સચિવ(આર.ટી.આઈ) સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ ખાતાના વડાઓને સૂચના આપવામાં આવેલ પણ અમુક સરકારી બાબુઓએ આ કાયદાના ડર થી આજ દિન સુધી પોતાની કચેરીઓમાં RTI એક્ટ ના સાઈન બોર્ડ મૂકેલ કે લગાવેલ નથી જેમાં બારડોલી તાલુકા પંચાયત કચેરી સહિત તેના તાબા હેઠળ આવતી અનેક ગ્રામ પંચાયત કચેરીઓમાં આજ દિન સુધી આ બોર્ડ મૂકવામાં આવેલ નહિ અને વર્ષો પહેલા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના બોર્ડ મૂકવાની કામગીરી આજ દિન સુધી કરેલ નથી, જે બાબતની જાણ જાગૃત નાગરિકને થતા તેઓ દ્વારા જાહેર નાગરિકોને સત્તાધારી અને તેમના માટે બનાવાયેલ મજબૂત કાયદો એવા “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” હેઠળ નું (Proactive Disclosure) સાઈનબોર્ડ કચેરીમાં લગાડવામાં આવેલ નથી એ મામલે તાત્કાલીક અસરે બારડોલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બી.બી.પરમાર ને તાકીદે દિન -૩ પોતાની કચેરી સહિત પોતાના તાબા હેઠળ આવતી તમામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને પણ પોતાની કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નું બોર્ડ લગાડવા ફરજ પાડવા લેખીતમાં ફરિયાદ/અરજી કરેલ હતી જેના પગલે આખરે બારડોલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બી.બી.પરમાર પોતાના તાબા હેઠળની તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને લેખીત પત્ર લખી તમામને “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” હેઠળ નું (Proactive Disclosure) સાઈનબોર્ડ કચેરીમાં લગાડવા સૂચના આપવામાં આવેલ છે જાડી ચામડીના સરકારી બાબુઓને કાયદાનો પાઠ ભણાવતા જાગૃત નાગરિક દ્વારા કાયદાનું પાલન કરાંવવા માટેની પહેલથી લોકશાહી અને લોક સ્વતંત્રતાનો અનુભવ થઈ રહ્યું છે..