શિવરંજની એકેડેમી તરફથી મનોરંજન અને સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ

સુરત, ઘોડદોડ રોડ:
શહેરના સંગીતપ્રેમીઓ માટે એક યાદગાર ક્ષણ બની રહે તેવો રંગારંગ સિંગિંગ કાર્યક્રમ શિવરંજની એકેડેમી દ્વારા ઘોડદોડ રોડ સ્થિત માલબાર ગોલ્ડ જ્વેલર્સના ભવ્ય હોલમાં યોજાયો. આ કાર્યક્રમનું આયોજન શિવરંજનીના સ્થાપક નયનાબેન મોરે સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૪૦ પ્રતિભાશાળી ગાયકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌએ એક પછી એક સુરીલા ગીતો રજૂ કરી દર્શકોના દિલ જીતી લીધા. સ્થળ પર ઉપસ્થિત મહેમાનો માટે આ એક અદભૂત મનોરંજન અને સંસ્કૃતિનું સંગમ સાબિત થયું.
આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ — જેમાં આર્મી ઓફિસર, પોલીસ ઓફિસર અને વકીલો સહિતના માનનીય મહેમાનો હાજર રહ્યા અને પ્રતિભાશાળી કલાકારોને વધાવી લીધા.
શિવરંજની એકેડેમી એક એનજીઓ છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને મનોરંજન અને સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ દ્વારા સંગીતપ્રેમીઓએ એકબીજા સાથે સુરીલા સ્વરો દ્વારા જોડાણ અનુભવું તેમજ સામાજિક એકતાનો સંદેશ આપ્યો.