મહીસાગર જિલ્લા માં કોંગ્રેસની ભવ્ય રેલી: “વોટ ચોર ગાદી છોડ”..

સંતરામ પુર શહેર કોંગ્રેસ સમિતિની જવાબદારી હેઠળ આજે “વોટ ચોર ગાદી છોડ” અભિયાન અંતર્ગત વિશાળ જનજાગૃતિ રેલી યોજાઈ. રેલીનો પ્રારંભ સંતરામપુર એસ.ટી. બસ ડેપો થી થયો અને વિવિધ વિસ્તારોમાં વિહાર કરીને બસ સ્ટેશન વિસ્તાર ખાતે પૂરો થયો.મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, વડીલ નાગરિકો, યુવાનો, બહેનો અને ગ્રામજનો જોડાયા. રેલી દરમ્યાન કાર્યકરો હાલની સરકારની જનવિરોધી નીતિઓ સામે અવાજ ઉઠાવી, લોકશાહી બચાવવા અને વોટ ચોરી વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે આગળ આવ્યા.આ રેલી શાંતિપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે સંપન્ન થઈ, જેમાં રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય નેતૃત્વ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા.રિપોર્ટર: સલમાન મોરાવાલા, સંતરામપુરમો.: 9427221409